અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતાં સુરક્ષા તંત્ર હરકતમાં
અમદાવાદ એરપોર્ટ
અમદાવાદ એરપોર્ટ
અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે એક ગંભીર સુરક્ષા ઘટના બની હતી, જ્યારે એરપોર્ટ ઓથોરિટીને એક ઈ-મેલ મળ્યો જેમાં બોમ્બથી બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેલ EVILTERRORIZER111@GMAIL.COM આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો. ઈ-મેલના સંદેશમાં લખવામાં આવ્યું હતું કે, 'હું શેતાનનું સંતાન છું, મેં બોમ્બ પ્લાન્ટ કર્યો છે. તમારી પાસે 24 કલાક છે આ લોહિયાળ ખેલ રોકવા માટે. હું આતંકી ગ્રુપનો લીડર છું અને મને કોઈ પકડી શકતું નથી.' આ ધમકીભર્યો મેસેજ મળતાં જ એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ હતી.
એરપોર્ટ ઓથોરિટી એલર્ટ મોડ પર
એરપોર્ટના સિક્યોરિટી ઈન-લાઈન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સ્ક્રીનર તરીકે ફરજ બજાવતા રવિકાંત ભારદ્વાજે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, સિક્યોરિટી મેનેજર શૈલેષ કુરિલે તેમને આ મેસેજ વિશે જાણ કરી હતી. અમદાવાદ એરપોર્ટને મળેલી આ ધમકીને ગંભીરતાથી લઈ એરપોર્ટ ઓથોરિટી તુરંત એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર સોના અને સિગારેટની તસ્કરી પકડાઈ
સર્ચ ઓપરેશન કંઈ પણ શંકાસ્પદ ન મળ્યું
ધમકી મળ્યા બાદ તુરંત જ બોમ્બ-સ્ક્વોડ, ડોગ-સ્ક્વોડ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) સહિતના સુરક્ષા જવાનોએ એરપોર્ટ પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એરપોર્ટના તમામ ફ્લાઈટ્સ, ટર્મિનલ બિલ્ડિંગના ખૂણેખૂણા, અને પેસેન્જરોની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. આખો દિવસ ચાલેલા આ સર્ચ ઓપરેશન બાદ પણ કંઈ પણ શંકાસ્પદ વસ્તુ કે, બોમ્બ મળ્યો ન હતો, જેના પરથી સ્પષ્ટ થયું કે આ એક ખોટી ધમકી હતી.
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
આ બનાવ અંગે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને ઈ-મેલ મોકલનાર વ્યક્તિને શોધી કાઢવા માટે ટેકનિકલ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ આવા ખોટા મેસેજ મળતા રહે છે, પરંતુ સુરક્ષાના માપદંડ મુજબ દરેક ધમકીને ગંભીરતાથી લેવી અનિવાર્ય છે. આ ઘટનાએ ફરી એકવાર દેશના મહત્ત્વના સ્થળો પરની સુરક્ષા વ્યવસ્થાની ચુસ્તતાને ચકાસવાનો અવસર પૂરો પાડ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?