અમદાવાદ એરપોર્ટ પર સોના અને સિગારેટની તસ્કરી પકડાઈ
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ દ્વારા 1.93 કરોડનું સોનું અને 52,400 સિગારેટ સ્ટિક્સ જપ્ત કરાઈ
સોના અને સિગારેટની તસ્કરી પકડાઈ
સોના અને સિગારેટની તસ્કરી પકડાઈ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા 24 ઓગસ્ટ, 2025ના રોજ 2 અલગ-અલગ મોટા ઓપરેશનમાં કુલ રૂપિયા 1.93 કરોડનું સોનુ અને 52,400 સિગારેટ સ્ટિક્સ જપ્ત કરવામાં આવ્યા છે. પહેલી કાર્યવાહી દુબઈથી આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં હાથ ધરવામાં આવી હતી.
જ્યાં એરપોર્ટના ટોયલેટમાંથી સોનાની પેસ્ટના 2 શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા. કસ્ટમ્સ અધિકારીઓએ આ પાઉચમાંથી 1867.310 ગ્રામ વજનના 999 શુદ્ધતા ધરાવતા 2 સોનાના બાર મેળવ્યા, જેની બજાર કિંમત રૂ. 1,93,26,659/- છે. આ સોનુ કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.
આ જ દિવસે, કસ્ટમ્સની બીજી કાર્યવાહીમાં કમ્બોડિયાથી મલેશિયા થઈને આવેલી ફ્લાઈટ MH-202ના બે મુસાફરો પાસેથી કુલ 52,400 સિગારેટ સ્ટિક્સ ઝડપી લેવામાં આવી હતી. આ મુસાફરો આંતરરાષ્ટ્રીય સ્મગલિંગની કડી હોવાની શંકા સાથે કસ્ટમ્સ વિભાગે બંને ઘટનાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીઓ એરપોર્ટ પર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કસ્ટમ્સની સતર્કતા અને કડક નજર દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.