સુરતમાં ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત
બેફામ આવતી કારે ડિવાઈડર કૂદી એક બાદ એક પાંચ વાહનને અડફેટે લઈ છ લોકોને ઉડાવ્યાં; ચાર ઇજાગ્રસ્ત

અકસ્માતમાં બેનાં મોત

અકસ્માતમાં બેનાં મોત
ન્યુજ અપડેટ..12.00pm...
----------------------------------
નબીરાએ 130ની સ્પીડે કાર ચલાવી સર્જ્યો:ક બંને સગાભાઈ એકસાથે અર્થી ઊઠી, દીકરીએ પિતા અને કાકાને કાંધ આપી; પરિવારોનું હૈયાફાટ રદન

કમલેશભાઈ સાપોલિયા અને અશ્વિનભાઈ સાપોલિયાની ફાઈલ તસવીર. (બન્ને મૃતક)
સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા ટાટા હેક્સા કારના ચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનને હડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બન્ને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે. આ ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં એક જ પરિવારના બાળક સહિતના ત્રણનો સમાવેશ થાય છે, જેમાં માતા-બાળક ICUમાં દાખલ છે અને તેઓ મૂળ ભાવનગરાના વતની છે.
-----------------------------------------------
સુરતના આઉટર રીંગ રોડના વાલક બ્રિજ ઉપર મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.જે પૈકી બેના મોત થયા હતા, જ્યારે ચાર લોકોની સારવાર ચાલી રહી છે.
મળતી મુજબ, સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર ( નં.જીજે-05-આરએફ-0317)ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ ચાર વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બેની હાલત ગંભીર હોય તેમના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટ આવેલા વાહનો નો પણ કડુચલો પડી ગયો હતો. બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્યો ફરાર થઈ ગયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.