BRTS રેલિંગ સાથે મોપેડ અથડાયું ને થઇ દુર્ઘટના
આસ્ટોડિયામાં રાત્રે BRTSમાં અકસ્માત સર્જાયો જેમાં પિતા મોતને ઘાટ અને પુત્રીને ગંભીર ઈજાઓ..

BRTS રેલિંગ સાથે મોપેડ અથડાયું

BRTS રેલિંગ સાથે મોપેડ અથડાયું
અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે ગત 16 જાન્યુઆરીની મોડીરાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. BRTS કોરિડોરમાં પહોંચી રહેલા મોપેડ પરેલા પિતા-પુત્રી એક્ટિવાચાલક પિતાનું મૃત્યુ નીપજ્યું, જ્યારે 16 વર્ષની પુત્રી ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતમાં પિતાનું માથામાં ગંભીર ઇજા થઇને ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી પ્રમાણે, બાપુનગરના રહેવાસી કેતન પંચાલ પોતાની પુત્રી સાથે મોપેડ પર જઇ રહ્યા હતા. રાત્રીના સમય દરમિયાન, આસ્ટોડિયા તરફ જતા તેઓ પુરઝડપે BRTS કોરિડોરમાં પ્રવેશ્યા. મોપેડ પરથી કાબૂ ગુમાતા વાહન સીધું લોખંડની રેલિંગ સાથે અથડાયું. રેલીંગ સાથે અથડાતા જ ટક્કર વાગી હતી જે એટલી ભયાનક હતી કે પિતાને તરત જ જીવલેણ ઈજા પહોંચી, જ્યારે પુત્રીને પણ માથામાં ગંભીર ઈજા થઈ. પિતાને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક સારવાર આપી હતી પરંતુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત બાદ નજીકના લોકોએ ઘાયલ કિશોરીને મદદ કરી અને તરત એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી. ઈજાગ્રસ્ત પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે પિતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલાયું.
ટ્રાફિક પોલીસના અધિકારીઓએ બનાવ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. અકસ્માતને ધ્યાનમાં લઈને, અકસ્માતમાં પિતાને પણ ગુનામાં જવાબદાર ગણાવી પોલીસે મૃતક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં માર્ગ સલામતી અને BRTS કોરિડોરમાં વાહનચાલનની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવી દીધા છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.