સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નને લઈ વિવાદ તેજ
પિતાની ભાવુક અપીલ, અલ્પેશ કથીરિયાની ટીકા અને આરતીનો જવાબ

સિંગર આરતી સાંગાણી વિવાદ તેજ

સિંગર આરતી સાંગાણી વિવાદ તેજ
પાટીદાર સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ તેજ બન્યો છે. આરતીના આ નિર્ણયને લઈ તેમના પિતા અને પાટીદાર સમાજના અગ્રણીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે, જ્યારે આરતીએ વીડિયો મારફતે પોતાની વાત રજૂ કરીને પ્રેમને ગુનો ના માનવાની વાત કરી છે. આ ઘટના કિંજલ દવેના આંતરજ્ઞાતિય સગાઈ વિવાદ જેવી જ છે, જ્યાં સમાજે બહિષ્કાર કર્યો હતો.
આરતી સાંગાણી, જે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહે છે, તેમના પરિવારમાં પાંચ દીકરીઓ અને એક દીકરાના છે. તેમના પિતા સંજયભાઈ સાંગાણી લેસપટ્ટીનું કામ કરે છે અને આરતીને સિંગિંગ કરિયરમાં સપોર્ટ કર્યો હતો. 16 ડિસેમ્બર, 2025ના રોજ આરતી ભાવનગરમાં પ્રોગ્રામ પૂરો કરીને ઘરે આવવાની હતી, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને તેઓ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરીને ભાગી ગઈ. પિતાએ 17 ડિસેમ્બરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પિતા સંજયભાઈએ ભાવુક થઈને કહ્યું, "મેં તેના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકેલો હતો. તેણે મને વિશ્વાસ આપ્યો કે હું દીકરી નહીં, તમારો દીકરો છું. પરંતુ તેણે વિશ્વાસઘાત કર્યો છે. હું વિનંતી કરું છું કે તું પરત આવી જા, હજી સમય છે. પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ જરૂરી છે, નહીંતર પસ્તાવો થશે." તેઓએ ઉમેર્યું કે પરિવાર છેલ્લા 10 દિવસથી ચિંતામાં છે અને આરતી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જ જવાબ આપી રહી છે, જે આઘાતજનક છે.
પાટીદાર યુવા અગ્રણી અલ્પેશ કથીરિયાએ આ ઘટના પર કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું, "આરતી આજે જે સ્ટેજ પર છે તેની પાછળ માતા-પિતા અને સમાજનો સિંહફાળો છે. તેણે મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે. પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવાના કાયદાની માગ કરીએ છીએ, જે 18 વર્ણના સમાજો પણ કરી રહ્યા છે. આ ઘટના સામાજિક વ્યવસ્થા જાળવવા માટે આ કાયદાની જરૂરિયાત સાબિત કરે છે."
પાટીદાર સમાજમાં આ વિવાદને લઈ રોષ વ્યાપ્યો છે. સામાજિક કાર્યકર હિરેન ભેસાણિયાએ કહ્યું, "પટેલ સમાજમાં બહુ રોષ છે. સોશિયલ મીડિયા પર આરતીને બહિષ્કાર કરવાની અને તેમના પ્રોગ્રામમાં વિરોધ કરવાની વાતો થઈ રહી છે."
આ વિવાદ વચ્ચે આરતી સાંગાણીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કરીને જવાબ આપ્યો છે. તેણે કહ્યું, "અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે? તમે 'બેટી બચાવો, બેટી પઢાઓ'ની વાતો કરો છો, તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી? અમારા કાર્યથી કેટલાકને દુઃખ થયું છે તો હું માફી માગું છું, પરંતુ અમારા આઝાદી અને અધિકારને સમજો."
દેવાંગ ગોહેલ મૂળ ગોંડલના રહેવાસી છે અને આરતીના અનેક પ્રોગ્રામમાં તબલા વગાડતા હતા. બંને વચ્ચે દોઢ વર્ષથી પ્રેમ હતો. આ વિવાદ સમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન અને વ્યક્તિગત સ્વતંત્રતાના મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.