અમદાવાદમાં યુવકને ટ્રાફિક નિયમના ભંગ બદલ આશરે 10 લાખનો મેમો મળ્યો
સરખેજ શાંતિપુરા સકઁલ ખાતે ટાફિઁક નિયમભંગ બદલ દસ લાખ પચાસ હજારનો મેમો

યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરી એ રજુઆત કરવા પહોંચ્યો

યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરી એ રજુઆત કરવા પહોંચ્યો
અમદાવાદમાં 22 વર્ષના યુવકને ટ્રાફિક નિયમના ભંગ બદલ આશરે 10 લાખનો મેમો મળવાની ઘટના સામે આવી છે.અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા ૨૨ વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સકઁલ ખાતે ટાફિઁક નિયમભંગ બદલ દસ લાખ પચાસ હજાર નો મેમો આવતા પરિવાર ના હાજા ગગડ્યા હતા.
વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વષેઁ જુલાઇમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એકટિવા પર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો ત્યારે ફરજ પર ના ટાફિઁક જવાન એ તેને રોકી લાયસન્સ માંગી ને કાર્યવાહી કરેલ હતી તેના પંદરેક મિનિટ ના ગાળામાં મોબાઈલ પર નિયમભંગ નો મેસેજ આવેલ હતો.
જોકે ઓઢવ પોલિસ દ્વારા ગત માસે પોલિસ ચોકીમાથી બોલાવીને કોર્ટ માં જવાનું કહેતા યુવક જ્યારે મૈટૌ કોર્ટમાં જતા તેઓને કોર્ટની વેબસાઈટ જોતા આ નિયમભંગને લઈ ને દસ લાખનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો
ગત જુલાઈ થી કોર્ટ કચેરીના અનેક વાર ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશ્ર્નર કચેરી એ રજુઆત કરવા પહોંચ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.