કારની ટક્કરે મહિલા પોલીસકર્મીનું મોત
અમદાવાદ રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન: કારની ટક્કરે મહિલા પોલીસકર્મીનું મોત

હિટ એન્ડ રન

હિટ એન્ડ રન
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોએ શહેરીજનોની ચિંતામાં વધારો કર્યો છે. ઓવરસ્પીડના દિવાના બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જીને હાહાકાર મચાવી રહ્યા છે. પોલીસ તંત્ર નાઇટ કોમ્બિંગના નામે નાટકો કરી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં ધોળા દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજે સવારે (શુક્રવારે) પોલીસ બેડામાં ફરજ બજાવતાં શારદાબેન ડાભી ડ્યૂટી બજાવીને પોતાની એક્ટિવા પર પરત ફરી રહ્યા ત્યારે એક કારચાલકે રિવરફ્રન્ટ રોડ પર ટક્કર મારતાં તેમનું નિધન થયું છે. અસ્કમાતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ડફનાળા પાસે આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતાં શારદાબેન ડાભી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં ફરજ બજાવી પોતાની એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા.
ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં પોલીસકર્મી શારદાબેન ડાભીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ