કતારગામમાં લુખ્ખાતત્વોનો કેર: પરિવાર પર હુમલો
સુરતના બાપાસીતારામ ચોક પાસે લુખ્ખાતત્વોએ પરિવારને કડા-દંડાથી ઢોર માર માર્યો

કતારગામમાં લુખ્ખાતત્વોનો કેર

કતારગામમાં લુખ્ખાતત્વોનો કેર
ડાયમંડ સિટી સુરતમાં ધુળેટીના પર્વની ઉજવણી વચ્ચે કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માજા મૂકી છે. કતારગામના બાપાસીતારામ ચોક નજીક રૂક્ષ્મણી સોસાયટી પાસે પરિવાર સાથે જઈ રહેલા લોકો પર લુખ્ખાતત્વોએ જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
આ હુમલામાં મહિલાઓ અને બચાવવા આવેલા યુવકો સહિત કુલ 12 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
ગંદા પાણીની કોથળીઓ ફેંકી વિવાદ છેડ્યો
મળતી માહિતી મુજબ, ધુળેટીના દિવસે એક પરિવાર પોતાની ગાડીમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રૂક્ષ્મણી સોસાયટી પાસે ઉભેલા કેટલાક માથાભારે તત્વોએ ગાડી પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી હતી.
જ્યારે પરિવારે આ ગંદકીનો વિરોધ કર્યો, ત્યારે લુખ્ખાતત્વોએ દાદાગીરી કરી રસ્તા વચ્ચે ગાડી અટકાવી દીધી હતી અને ગાડીની ચાવી પણ કાઢી લીધી હતી.
કડા અને દંડાથી ઢોર માર માર્યો
મામલો બિચકતા લુખ્ખાતત્વોએ અભદ્ર ગાળો આપી પરિવાર પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ હાથમાં પહેરેલા ભારે કડા અને લાકડાના ફટકાઓથી પરિવારના સભ્યોને બેરહેમ રીતે ફટકાર્યા હતા.
આતંક એટલો હતો કે મહિલાઓના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા અને જે લોકો બચાવવા માટે વચ્ચે પડ્યા તેમને પણ લુખ્ખાતત્વોએ છોડ્યા નહોતા.
આ હિચકારી ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં હુમલાખોરોનો આતંક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તમામ 12 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતા જોઈ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની અને તેમને કાયદાનું ભાન કરાવવાની તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.