ભયાનક અકસ્માત
સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી; મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા

ભયાનક અકસ્માત

ભયાનક અકસ્માત
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ઘસી જતાં તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. લોકોની બુમાબુમ સાંભણીને રસ્તે જતાં અન્ય વાહનચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમર્જન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માકમાં બસના કેબીનના ભાગનું તો પડિકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલા બેથી ત્રણ લોકો કણસી રહ્યાં હતાં. તો સાથે બસમાં પણ કેટલાંક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસનાં પતરાં કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યૂ કરી તમામને બહાર કાઢ્યા હતા.
આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ રામદાસ બાવિસ્કર ઉં.વ.45નું સિવિલમાં સારવાર દરમિયાનમાં મોત નીપજ્યુ છે. હાલમાં 20થી વધુ મુસાફરો સ્મીમેર હોસ્પિટલમાં, જ્યારે 7 જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
આ ઘટનામાં ડ્રાઇવર ક્યાંય મળી આવ્યો ન હતો. આ ઘટના બાદ ડ્રાઇવર ભાગી ગયો હોય તેવી આશંકા છે. બસ ડ્રાઈવરને ઝોકું આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે જ નીચે ઊતરી ગઈ હતી. તમામ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તો કોઈ જાનહાનિ નોંધાઈ નથી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ