સમોસા ડેના દિવસે જ સમોસામાંથી નીકળી ગરોળી!
અમદાવાદમાં ખાણીપીણીની ગુણવત્તા પર સવાલ, અવારનવાર આવી ઘટનાઓથી લોકોમાં ભય.
સમોસામાં નિકળી ગરોળી
સમોસામાં નિકળી ગરોળી
અમદાવાદ, જે પોતાના ખાણીપીણી માટે દેશભરમાં પ્રખ્યાત છે, ત્યાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ શહેરીજનોને ચોંકાવી દીધા છે. 4 સપ્ટેમ્બરના રોજ, જેને ‘સમોસા ડે’ તરીકે મનાવવામાં આવે છે, તે જ દિવસે વેજલપુરની ‘રામદેવ ચોળાફળી’ નામની દુકાનના સમોસા સાથેની ચટણીમાંથી એક ગરોળી મળી આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં ખાણીપીણીની સ્વચ્છતા અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સમૌસાની ચટણીમાં ગરોળી: દુકાનદારનો અસ્વીકારવેજલપુરની એક યુવતીની માતાએ સાંજે રામદેવ ચોળાફળીની દુકાનમાંથી સમોસાં લીધાં હતાં. ઘરે આવીને તેમણે જેવું ચટણીનું પેકેટ ખોલ્યું, તેમાં કોથમીર જેવું કંઈક દેખાયું. નજીકથી જોતા એ ગરોળી હોવાનું સામે આવ્યું. આ જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો. તેઓ તરત જ દુકાન પર પાછા ગયા અને દુકાનદારને આ બાબતે જાણ કરી. પરંતુ, દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારવાનો ઇનકાર કર્યો. આથી, પરિવારે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ખાણીપીણીની અસ્વચ્છતાનો આ પહેલો કિસ્સો નથી
આ પ્રકારની ઘટનાઓ અમદાવાદમાં અવારનવાર બનતી રહે છે. લગભગ 18 દિવસ પહેલાં, નિકોલ વિસ્તારના ‘ખાઉધરા પોઈન્ટ’ નામના એક ફૂડ કોર્ટમાં પણ આવી જ ઘટના બની હતી. ત્યાં ઢોસાના સંભારમાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહક તુષારભાઈ તેમની પત્ની સાથે ત્યાં જમવા ગયા હતા. જ્યારે તેમણે સંભારમાં વંદો જોયો, ત્યારે તેમણે તાત્કાલિક સ્ટાફને જાણ કરી. પરંતુ, સ્ટાફ અને મેનેજરે આ મામલાને ગંભીરતાથી ન લેતા બાઉલ છીનવીને હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે, તુષારભાઈએ પણ AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ‘ખાઉધરા પોઈન્ટ’ને બંધ કરાવવામાં આવ્યું હતું અને સાફ-સફાઈ માટે સૂચના આપવામાં આવી હતી.
કડક કાર્યવાહીની માંગઆવી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે શહેરના ઘણા ખાણીપીણીના સ્થળો પર સ્વચ્છતાના નિયમોનું પાલન થતું નથી. ફૂડ કોર્ટ, રેસ્ટોરાં કે નાની દુકાનો, દરેક જગ્યાએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ગ્રાહકોને આવી અસ્વચ્છ ચીજવસ્તુઓ પીરસવામાં આવે ત્યારે તેમની સલામતી જોખમાય છે. આથી, ફક્ત ફરિયાદ નોંધાવીને કે દુકાન બંધ કરાવીને સંતોષ ન માનતા, તંત્ર દ્વારા જવાબદાર દુકાનદારો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ બનતા અટકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો