ખેડૂત પક્ષમાં 97.14 ટકા અને વેપારીમાં 98.85 ટકા મતદાન
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 15 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ

ઊંઝા APMCનીચૂંટણી સંપન્ન

ઊંઝા APMCનીચૂંટણી સંપન્ન
મહેસાણામાં ઊંઝા APMCની ચૂંટણીનું આજે આયજન કરવામાં આવ્યું હતું. જેનુ આજે સાંજે પાંચ વાગે કોઈ જાતના અનિચ્છનિય બનાવવિના શાંતિપુર્ણ માહોલમાં સમાપ્ત થઈ છે. જો થયેલા મતદાનના આંકડાઓની વાત કરવામાં આવે તો વેપારી વિભાગમાં 805 પૈકી 782 મતદારોએ મતદાન મતદાન નોંધાયું હતું. તો બીજી તરફ ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યુ હતું. જો ચકાવારી પ્રમાણે વાત કરીએ તો વેપારી વિભાગમાં 97.14 અને ખેડૂત વિભાગમાં 98.85 ટકા મતદાન થયુ.
આપને જણાવી દઈએ કે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 15 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને હતા જેમનુ ભાવી આજે મતદાન પેટીમાં સીલ થઈ ચુક્યું છે. જેમનું આવતી કાલે ઊંઝા એપીએમસીના હોલમાં તમામ ઉમેદવારોના ભાવીના મતોની ગણતરી કરવામાં આવશે.
જો ચૂટણીની રશાકસીની વાત કરીએતો એપીએમસીમાં સત્તા હાંસલ કરવા ભાજપના 4 જૂથ મેદાનમાં ઉતર્યા હતા. જેમા મુખ્યત્વે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંસદ હરી પટેલના જૂથ વચ્ચે ભારી હરીફાઈ જામી હતી. હવે જોવાનું એ રહ્યું કે કાલે ખેડૂત મતદારો અને વેપારી મતદારો કોના પર પોતાનો પસંદગીનો કળશ ઢોળે છે. કાલે મલુમ પડશે કે કોની થાય છે તાજ પોશી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?