કડીમાં માટીની ભેખડ પડતાં 9 મજૂરનાં મોતની ઘટના
મૃતકોના પરિવારને 6 લાખની સહાય આપવાની જાહેરાત પણ શું આ સહાય પુરતી છે?

9 મજૂરનાં મોતની ઘટના

9 મજૂરનાં મોતની ઘટના
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિમાં હોનારત બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખાનગી કંપનીની અંદર ચણતરનું કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા 10 મજૂરો દટાયા હતા. જેમાંથી એક 18 વર્ષના યુવકનો બચાવ થયો હતો. જ્યારે નવ મજૂરો અંદર જ દટાઈ ગયા હતા. જે તમામના મૃતદેહને રેસ્ક્યૂ કરી બહાર કાઢી કડીની કુંડાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા CM ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.
10 લોકોની યાદી ચકાસીને તમામના મૃતદેહ બહાર કાઢી લેવાયા
ઘટના અંગે DDO, હસરત જાસ્મીને જણાવ્યું હતું કે, દીવાલના ચણતરનું કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન ભેખડ ધસી પડતાં 10 લોકો નીચે દટાયા હતા. જેમાંથી 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જે 7 પુરુષ અને 2 મહિલાના છે. યાદી પ્રમાણે રેસ્ક્યૂ કામગીરી કરીને દટાયેલા 10 લોકોની યાદી ચકાસીને તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે એકનો જીવ બચી ગયો છે. જ્યારે આ અંગે એસ.પી. તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, કડીના એક ગામમાં એક નવી કંપનીનું કનસ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન એક ભેખડ ધસી પડતાં ઘણા બધા મજૂરો દટાયા હતા. તમામના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા
પોસ્ટમોર્ટમ રૂમની બહાર રોકકળ જોવા મળી
સેફ્ટી માટેની વાતો ફક્ત બોર્ડ સુધી જ સીમિત
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં ઘટના બની તે કંપનીમાં જ સેફ્ટી માટેના ફક્ત બોર્ડ મારેલા હતા, પરંતુ સેફ્ટી અંગે પુરતુ ધ્યાન દેવામાં આવ્યું ન હતું. જેના પગલે આ ઘટના બની હોવાનુ અનુમાન લગાવી શકાય છે. અને આવી ઘટનાઓના અંત ક્યારે થશે તે સવાલ તો સામે ઉભા જ રહેવાના છે
PM અને CMએ સહાયની જાહેરાત કરી
દશેરાના દિવસે બપોરના 12:00 વાગ્યાના આસરામાં આ દુર્ઘટના બનવા પામી હતી. જ્યાં એકાએક પાંચ એમ્બ્યુલન્સનો કાફલો દોડી આવ્યો હતો અને દટાયેલા 9 મજૂરોના મૃતદેહ સાંજે 5:00 વાગ્યા સુધીમાં બહાર નીકાળી કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રેસ્ક્યૂમાં ચાર જેટલા JCB તેમજ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ પણ જોડાઈ હતી. એકાએક દુર્ઘટના બનતા પરિવારમાં આક્રંદ પ્રસરી ગયો હતો. ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા CM ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.
પણ શું આ પુરતુ છે ખાલી સહાય જાહેર કરવાથી બધું થઈ જશે કે કેમ દર વખતે આવી ઘટનાઓ બનતી રહે છે અને જવાબમાં મોટી મોટી વાતો અને ખાલી સહાય જ હોય છે
સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. કંપનીમાં દુર્ઘટના ઘટી
કડી તાલુકાના અલદેસણથી જાસલપુર તરફ જતા જાસલપુર ગામની સીમા સર્વે નંબર 33, 34, 35માં બે વર્ષથી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. છેલ્લા બે વર્ષથી ચાલતી હતી. જ્યાં ખાડાની બાજુમાં ઈટોનું ચણતર ચાલી રહ્યું હતું. ચણતરના થોડાક જ અંતરે 20*20નો 22 ફૂટનો જીસીબી દ્વારા ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો. તે ખાડામાં ઈંટોનું ચણતર 10 જેટલા કામદારો કરી રહ્યા હતા અને અચાનક જ માટીની ભેખડ ધસી પડતાં 10 જેટલા મજૂરો દટાઈ ગયા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે આવી ઘટનામાં ગુનેગાર કોણે ગણવા કંપનીના માલીકને કે જે કંપનીમાં જ સેફ્ટી માટેના ફક્ત બોર્ડ મારેલા હતા, પરંતુ સેફ્ટી અંગે પુરતુ ધ્યાન દેવામાં આવ્યું નહોતુ કે પછી મજુરોને જે કામ કરી રહ્યા હતા કે પછી તે સરકારને જે સહાય જાહેર કરી સ્તબ્ધ થઈ જાય છે
દુર્ઘટનાને લઇ SP, Dy.SP, DDO, પ્રાંત અધિકારી, ઈન્ચાર્જ મામલતદાર ચૌધરી, ઈન્ચાર્જ TDO ડી.કે. પટેલ, TAO ડૉ.ધર્મેન પટેલ, મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, APMCના પૂર્વ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ સહિતના ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. કડી PI વાઘેલા, PSI ચાવડા સહિત સરકારી તંત્રનો કાફલો દોડી આવ્યો હતો. પણ વાત તો ત્યાંની ત્યાં જ રહી મજુરો અને તેના પરીવારનું શું?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ