RTOના 700 ટેક્નિકલ ઓફિસરો કામ પર પરત ફર્યા
સરકારે પડતર પ્રશ્નોના ઉકેલની બાયંધરી આપી, 12 વાગ્યા પછીની એપોઈન્ટમેન્ટ ધરાવતા અરજદારોની કામગીરી થશે

દોઢ દિવસમાં અમદાવાદમાં 600 અરજદારો ડ્રાઈવીંગ ટેસ્ટ ન આપી શક્યા

દોઢ દિવસમાં અમદાવાદમાં 600 અરજદારો ડ્રાઈવીંગ ટેસ્ટ ન આપી શક્યા
રાજ્યભરમાં RTOનાં મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાયંધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે.
ટેક્નિકલ ઓફિસર સોમવારે 'નો લોગિન ડે' અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાયંધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે.
દોઢ દિવસમાં અમદાવાદ આરટીઓ કચેરીમાં 400થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પણ 200 થી વધુ લોકોએ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ન આપી શક્યા ટેસ્ટ 12 વાગ્યા પછીની તમામ અપોઈન્ટમેન્ટ પર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.
રાજકોટના 25 સહિત રાજ્યભરના RTO ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતુ જોકે હવે સરકાર તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવતા હડતાલ સમેટી દેવામાં આવી છે. જોકે દોઢ દિવસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને લાયસન્સ સહિતની સેવાઓ બંધ રહેતા 1,000 થી વધુ અરજદારોને આરટીઓ કચેરી ખાતે ધરમ ધક્કો થયો હતો. કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સરકારના વિરોધ સાથે કામ ચાલુ રાખ્યું હતુ. જો કે હવે હડતાલ સમેટાઈ જતા ટેકનિકલ અધિકારીઓએ કામગીરી શરૂ કરી દેતા અરજદારોની મુશ્કેલી દૂર થઈ છે. જોકે આજે અમારા મોટર વ્હીકલ ટેકનિકલ અધિકારીઓના એસોસિએશન દ્વારા કમિશનર કચેરી ખાતે બેઠક થઈ હતી. જેમાં હકારાત્મક વલણ દાખવવામાં આવતા અમે આ હડતાલ સમેટી લઈએ છીએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.