70 વર્ષીય વકીલને લગ્નની લાલચમાં 57 લાખની ચોંટી
IIMની પૂર્વ વિદ્યાર્થિની હોવાનું કહી વકીલનો વિશ્વાસ જીતી USDTમાં રોકાણ કરાવી ખંખેર્યા

વકીલ સાથે છેતરપીંડી

વકીલ સાથે છેતરપીંડી
અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં રહેતા અને ઘરેથી જ લીગલ કન્સલ્ટિંગનું કામ કરતા એક 70 વર્ષીય વકીલ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ ગયા છે.
ફેસબુક પર મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી અને ત્યારબાદ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવીને વકીલ પાસેથી કુલ 57.90 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે વકીલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નવેમ્બર 2025માં વકીલનો સંપર્ક ફેસબુક પર 'લક્ષ્મીદેવી રેડી' નામની એક યુવતી સાથે થયો હતો. આ યુવતીએ પોતાને IIM અમદાવાદની પૂર્વ વિદ્યાર્થિની અને હૈદરાબાદના અત્યંત ધનિક પરિવારની હોવાનું જણાવ્યું હતું. વકીલ સાથે રોજ વ્હોટ્સએપ મેસેજ અને વીડિયો કોલથી વાતચીત કરીને તેણે વકીલનો વિશ્વાસ જીતી લીધો હતો.
યુવતીએ વકીલને તેની સાથે લગ્ન કરવાની અને જીવનભર ઈટાલીમાં સ્થાયી થવાની લાલચ આપી હતી, જેનાથી વકીલ તેની જાળમાં ફસાઈ ગયા હતા.
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની માયાજાળ
યુવતીએ વકીલને જણાવ્યું કે તેના કાકા અમેરિકાની મોટી કંપનીમાંથી નિવૃત્ત થયા છે અને તેમની પાસે ક્રિપ્ટો નિષ્ણાતોની ટીમ છે. તેણે વકીલને USDT (એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી) માં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
શરૂઆતમાં વકીલે 50 હજારનું રોકાણ કર્યું જેમાં 5 હજારનો નફો થયો હતો. વિશ્વાસ વધારવા માટે ઠગ ટોળકીએ વકીલને શરૂઆતમાં 2.10 લાખ રૂપિયા પરત પણ ખેંચવા દીધા હતા.
છેતરપિંડીનો પર્દાફાશ
8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી વચ્ચે વકીલે અલગ-અલગ 16 ટ્રાન્જેક્શન દ્વારા કુલ 60 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે વકીલે પોતાની મૂળ મૂડી અને નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને વધારાનો 'ટેક્સ' ભરવા માટે દબાણ કરવામાં આવ્યું.
આ તબક્કે વકીલને શંકા ગઈ અને તપાસ કરતા માલુમ પડ્યું કે એપ્લિકેશનમાં દેખાતો નફો માત્ર આંકડાકીય માયાજાળ હતી. વકીલે તેમના 57.90 લાખ રૂપિયા ગુમાવતા અંતે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે નાણાકીય વ્યવહાર કરતા પહેલા સાવચેત રહેવું અત્યંત જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.