પાલનપુર-આબુ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત
ઈકબાલગઢ પાસે રોંગ સાઈડમાં આવતી ટ્રકે ઈનોવા કારને અડફેટે લેતા એક જ પરિવારના 7 સભ્યોના મોત

આબુ હાઈવે પર અકસ્માત

આબુ હાઈવે પર અકસ્માત
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રવિવારે સાંજના સમયે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સર્જાઈ છે. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પાસે પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી ટ્રકે સામેથી આવતી એક ઈનોવા કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટ્રક કાર પર ફરી વળી હતી, જેના કારણે કારનું લોખંડનું પડીકું વળી ગયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર રાજસ્થાનના 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ
પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં સવાર પરિવાર રાજસ્થાનથી પાલનપુર તરફ એક દર્દીની સારવાર માટે જઈ રહ્યો હતો. સાંજે 7 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ઈકબાલગઢ વિસ્તાર નજીક પહોંચ્યા, ત્યારે સામેથી મોત બનીને આવતી આઈસર ટ્રકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર બાદ ચીસાચીસ અને મરણચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક માનવતા નેવે મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા
ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ કારના પતરા ચીરીને મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત થયેલી એક મહિલા અને બે પુરુષોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા
અમીરગઢ પોલીસે તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલક દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઈડમાં આવતી ટ્રક જ આ હોનારતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતે ડ્રાઈવિંગ સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.