પ્રયાગરાજ ગયેલા રાજકોટના 69 શ્રદ્ધાળુઓ છેતરાયા, ટ્રાવેલ સંચાલકે અધવચ્ચે ઉતાર્યા
રાજકોટથી પ્રયાગરાજ ગયેલા 69 શ્રદ્ધાળુઓએ આવાવ જવાના પૈસા એજન્ટને આપ્યા હતા પણ પાછા આવતા સમયે તેમને અધવચ્ચે જ ઉતાર્યા

રાજકોટના 69 શ્રદ્ધાળુઓ છેતરાયા

રાજકોટના 69 શ્રદ્ધાળુઓ છેતરાયા
રાજકોટથી પ્રયાગરાજ જવા માટે શ્રદ્ધાળુઓએ રાજ હોલિડેના સંચાલક અમીતાબેન કિશોરભાઇ શાહનો સંપર્ક કર્યો હતો ત્યારે લીમડા ચોકમાં આવેલી જલિયાણ નામની ઓફિસે ગયા હતા ત્યાંથી પ્રયાગરાજ જવા માટે રૂ.12,500માં પેકેજ બુક કર્યું હતું. 21 ફેબ્રુઆરીના રોજ બસ રાજકોટથી પ્રયાગરાજ જવા માટે ઉપડવાની હતી જેમાં 28 શ્રદ્ધાળુઓએ બુકિંગ કરાવ્યું હતું, પરંતુ તે બસ ઉપડે તે પૂર્વે જ 14 લોકોએ બુકિંગ કેન્સલ કરતા માત્ર 14 શ્રદ્ધાળુ જ વધ્યા હતા. 14 સહિત અન્ય 55 મળી કુલ 69 લોકોને પ્રયાગરાજ પહોંચાડી દેવામાં આવ્યા બાદ પરત ફરતી વખતે શ્રદ્ધાળુ બસ ઉપાડવાના સ્થળ પર પહોંચતા સંચાલક અમીતાબેને કહ્યુ કે, આજે બસ નહીં ઉપડે કાલે ઉપડશે તેમ કહી બહાના બનાવ્યા હતા.
બાદમાં શિવરાત્રિની આગલી રાત્રે બસ ઉપડવાની હતી તે પણ રદ થઇ હતી. બાદમાં યેનકેન પ્રકારે બસની વ્યવસ્થા કરતા પ્રયાગરાજથી નીકળ્યા બાદ રસ્તામાં જ બસ રોકી દેવાઇ હતી. યાત્રાળુઓના કહેવા મુજબ બસના સંચાલકો દ્વારા ડીઝલના પૈસા ન આપતા અધવચ્ચે જ બસના પટાં થંભાવી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશના લાલગંજ ગામ પાસે હાઇવે પર બે દિવસ ખાધા પીધા વિના શ્રદ્ધાળુઓને રાખવામાં આવ્યા હોવાનો શ્રદ્ધાળુઓએ આક્ષેપ કર્યો હતો. તેમજ બસના ડ્રાઇવર સહિતના આયોજકો ત્યાંથી નીકળી ગયા હતા અને શ્રદ્ધાળુઓના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. ત્યારે શ્રદ્ધાળુઓની પોતાની સાથે છેતરપિંડી થયાનું માલૂમ પડતા આ અંગે કોઇ એક યાત્રીએ આ સમગ્ર બાબત રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહને કરતા તેમણે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરની મદદથી શ્રદ્ધાળુઓને રાજકોટ પરત લાવવા માટેની વ્યવસ્થા ગોઠવી હતી. જેથી તમામ શ્રદ્ધાળુઓ રાજકોટ પહોંચી ગયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.