સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં હવે 5085 ઉમેદવારો મેદાનમાં
જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી

મનપાની 3, પાલિકાની 3, તાલુકા પંચાયતની 91, જિલ્લા પંચાયતની 9 બેઠકોની થશે પેટાચૂંટણી

મનપાની 3, પાલિકાની 3, તાલુકા પંચાયતની 91, જિલ્લા પંચાયતની 9 બેઠકોની થશે પેટાચૂંટણી
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. મનપા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 696 વોર્ડની 2178 બેઠકો માટે 5085 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 696 વોર્ડની 2178 બેઠકો માટે 7036 ફોર્મ ભરાયા હતા. તે પૈકી 1261 ફોર્મ રદ થયા હતા અને 478 ફોર્મ પરત ખેંચાયા હતા. જ્યારે 212 ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા હવે 5085 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠક માટે 157 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 461 વોર્ડની 1844 બેઠક માટે 4374 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. બે નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી માટેના 18 વોર્ડની 72 બેઠકો માટે 101 ઉમેદવારો રહ્યા છે. આ ઉપરાંત ખાલી પડેલી નગરપાલિકાની 21 બેઠકોની પેટા ચૂંટણીમાં 45 ઉમેદવારો, ખાલી પડેલી તાલુકા પંચાયતની 91 બેઠકોની પેટા ચૂંટણીમાં 191 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ગાંધીનગર, કપવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 78 બેઠકો માટે 178 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.