પાટણના વડાવલીમાં 4 બાળક સહિત 5 ડૂબ્યાં
એકનો પગ લપસતાં બચાવવા જતાં અન્યના પણ ડૂબી જવાથી મોત, મૃતકોમાં માતા અને 2 બાળક સહિતનો પરિવાર

4 બાળક સહિત 5 ડૂબ્યાં

4 બાળક સહિત 5 ડૂબ્યાં
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં થયેલા એક દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. તળાવમાં ડૂબી જવાથી લઘુમતી સમુદાયના પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 2 બાળકો અને તેમની માતાનું પણ મોત નીપજ્યું હતું. આ એક સાથે પાંચ જણના ડૂબવાની ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકો પણ તળાવમાં ડૂબી ગયા. ગામલોકોએ તમામને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકો પણ તળાવમાં ડૂબી ગયા. ગામલોકોએ તમામને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
વડાવલીના તલાટી પરમારે આ ઘટના અંગે વિકાસ અધિકારીને જાણ કરી હતી. દુઃખદ વાત એ છે કે મૃતકોમાં એક જ પરિવારની માતા અને 2 બાળકો તેમજ ગ્રામ પંચાયત પટાવાળાના પુત્રનો સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે.
ડૂબવાથી મોતને ભેટેલા કમનસીબ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.