પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં 4નાં મોત
અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફટતા બ્લાસ્ટ, એકની લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી

પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં 4નાં મોત

પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં 4નાં મોત
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી.
અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ધટના બાદ એક કામદારનું મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો. બલાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામા મચવ્યો છે.
બનાવની જાણ થતાંની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસકાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતાં જ લોકોનાં ટોળાં પણ કંપની બહાર એકઠાં થઈ ગયાં છે.તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ