રોડ અકસ્માતમાં રાજકોટની યુનિવર્સિટીના 3ના મોત
રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માતમાં આર.કે. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીના મોત થયા
રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત
રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત
ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર એક ઇનોવા કાર પલટી જતાં રાજકોટની જાણીતી આર.કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ યુવાન વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાએ યુનિવર્સિટી સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
શુક્રવાર, 6 સપ્ટેમ્બરના વહેલી સવારે બનેલી આ ઘટના અનુસાર, ત્રણ મિત્રો – નરેશ સુબારાવ, હર્ષા અને આફરીન રાજકોટથી એક ઇનોવા કાર ભાડે કરીને પ્રવાસે દીવ જઈ રહ્યા હતા. આટકોટ-જંગવડ પાસે તેમની કાર અચાનક બેકાબૂ બનીને પલટી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા. કારમાં સવાર આ ત્રણેય વિદ્યાર્થીઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે. હાલમાં, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા મૃતક વિદ્યાર્થીઓના પરિજનોનો સંપર્ક કરીને આ દુર્ઘટના અંગે તેમને જાણ કરવામાં આવી રહી છે, જેથી કરીને તેઓ તાત્કાલિક રાજકોટ આવી શકે.
આ ઘટના ફરી એકવાર વાહન ચાલકોને સાવધાની રાખવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંદેશ આપે છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળી શકાય. યુવા વિદ્યાર્થીઓના અકાળે અવસાનથી તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો