રાજ્યમાં આજે પણ આકાશમાંથી અગનગોળા વરસશે, માર્ચ સૌથી ગરમ
9 જિલ્લામાં ઓરેન્જ, 3 જિલ્લામાં યલો એલર્ટ; અમદાવાદમાં મંગળવારે ગરમીનો પારો 7 કલાકમાં 13.2 ડિગ્રી ઊંચકાયો

માર્ચ લોકોને દઝાડશે

માર્ચ લોકોને દઝાડશે
રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ચુક્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં મંગળવારે તાપમાન 7 કલાકમાં જ 13.2 ડિગ્રી ઊંચકાતા બપોરના સમયે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. આજે પણ આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે 12 માર્ચે 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 3 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
આજથી બેસી રહ્યો તાપમાન: અમદાવાદમાં મંગળવારે સવારે 8:30 વાગ્યે તાપમાન 28 ડિગ્રી પર પહોંચ્યું, અને 7 કલાકમાં, બપોરે 3:30 વાગ્યે, તે 41.2 ડિગ્રી સુધી પહોંચી ગયું. એટલે કે, માત્ર 7 કલાકમાં તાપમાન 13.2 ડિગ્રી વધ્યું.
ઉનાળાની શરૂઆત: હજી તો ઉનાળાની શરૂઆત જ છે, અને આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની પૂરી શક્યતા છે. આ સ્થિતિમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે અને લોકોને હીટવેવથી રાહત આપવા માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે.
આજે 9 જિલ્લા ઓરેન્જ અને 3 જિલ્લામાં યલો એલર્ટ:
યલો એલર્ટ:
ઓરેન્જ એલર્ટ:
11 માર્ચના તાપમાનના આંકડા:
આપને જણાવી દઈએ કે 125 વર્ષના ઇતિહાસમાં ફેબ્રુઆરી સૌથી ગરમ મહિનો રહ્યો. વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિનામાં સૌથી વઘારે ગરમી પડી છે. આ વર્ષે ગરમીનો પારો 35 ડિગ્રીને પરા પહોચતા લોકોને શિયાળાના મહિનામાં જ ઉનાળા જેવો અનુભવ થયો હતો.
કેમ સૂર્યનાં સીધાં કિરણો દઝાડી રહ્યાં છે?
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી પવન આવી રહ્યા છે, અને આવતા 48 કલાકમાં કોઈ સિસ્ટમની અસર થતી નથી, તેથી સૂર્યનાં સીધાં કિરણો રાજ્ય પર વધી રહ્યા છે. આથી તાપમાનનો પારો વધ્યો છે. 48 કલાક બાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
AMCના હીટ એક્શન પ્લાન:
આરોગ્ય એડવાઇઝરી:
સુરત મહાનગરપાલિકા દ્વારા રાહત પગલાં:
મહત્વપૂર્ણ સલાહ:
હીટસ્ટ્રોકનો નિવારણ:
IMD અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચે છે, ત્યારે હીટવેવનું ખતરનાક દૃષ્ટિચિહ્ન માનવામાં આવે છે.
આમ, આ ગરમીથી બચવા માટે દરેક વ્યક્તિએ આગળના દિવસોમાં જરૂરી ઉપાય અને કાળજી રાખવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.