ઘાટલોડિયામાં આસામની યુવતીનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ, 26 વર્ષીય શિવાલીનું થયું મૃત્યુ
અમદાવાદના ઘાટલોડિયામાં લિવ-ઇનમાં રહેતી આસામની યુવતીએ બીજા માળેથી પડતું મૂક્યું હતું.

આસામની યુવતીનો અપઘાત

આસામની યુવતીનો અપઘાત
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 26 વર્ષીય આસામી યુવતી શિવાલી કશ્યપનું મૃત્યુ થયું. તે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી હતી અને છેલ્લા 4 મહિનાથી 31 વર્ષીય યુવક સૌરભ પુરોહિત સાથે લિવ-ઇનમાં રહેતી હતી. મંગળવારે રાત્રે તેણે તેમના નિવાસસ્થાનના બીજા માળેથી પડતું મૂક્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
બીજા માળેથી પડતું મૂકતા પહેલા માળની બાલ્કનીની છાજલી પર માથું પછડાતા તેણીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસને મળેલી માહિતી મુજબ, શિવાલી અને સૌરભના લગ્નની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ પરિવારની અસહમતિને કારણે તેણી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતી.
ઘટના પહેલા સાંજના સમયે બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. રાત્રે શિવાલીએ આ પગલું ભરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાની જાણ ઘાટલોડિયા પોલીસને થતા, પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે કેસની ગંભીરતા જોતા શંકાના આધારે તપાસ શરૂ કરી છે. આ સાથે જ પેનલ ડૉક્ટરોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને સમગ્ર પ્રક્રિયા વિડિયોગ્રાફી સાથે દસ્તાવેજીકરણ કરાયું છે. બીજી તરફ પોલીસે સૌરભ પુરોહિતની પણ પૂછપરછ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.