રાજકોટમાં છાશ પીધા બાદ 25 બાળકોને ફૂડ પોઇઝનિંગ, તત્કાળ સારવારમાં ખસેડાયા
રાજકોટમાં એક ટ્રસ્ટ દ્વારા વિતરીત કરાયેલી છાશ પીધા બાદ બાળકોને ઉલટીઓ થઇ

રાજકોટમાં એક ટ્રસ્ટ દ્વારા વિતરીત કરાયેલી છાશ પીધા બાદ બાળકોને ઉલટીઓ થઇ

રાજકોટમાં એક ટ્રસ્ટ દ્વારા વિતરીત કરાયેલી છાશ પીધા બાદ બાળકોને ઉલટીઓ થઇ
રાજકોટથી ચોંકાવનારા સમાચાર મળ્યા છે. મળેલી માહિતી અનુસાર રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાયા બાદ બાળકોએ છાશ પીધી હતી અને છાશ પીધા બાદ બાળકોને ઉલટીઓ થઇ હતી. એક સાથે 25 બાળકોને છાશના ફૂડ પોઇઝનીંગની અસર થતાં સ્થાનિકો અને તેમના માતા પિતા ગભરાઇ ગયા હતા. તત્કાળ આ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે
શહેરના રામનાથપરામાં ભવાનીનગર વિસ્તારમાં ઉનાળાને ધ્યાનમાં રાખીને બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાઇ હતી. આ વિસ્તારના બાળકો છાશ પીવા માટે ઉમટી પડજ્યા હતા પણ ત્યારબાદ 25 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી જેથી લોકો ગભરાઇ ગયા હતા. એક પછી એક બાળકોની તબિયત બગડવા લાગી હતી અને ઉલટીઓ થવા માડી હતી જેથી તમામને સારવાર માટે લઇ જવાયા હતા. કેટલાક બાળકોને ગુંદાવાડી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ તો મોટાભાગના બાળકોની સ્થિતી સારી હોવાનું જણાવાયું છે. એક બાળકની સ્થિતી ગંભીર હોવાથી તેની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. ગત રાત્રે આ બનાવ બન્યો હતો.
ઉલ્લેખનિય છે કે ઉનાળામાં મોટા પ્રમાણમાં લોકો લીંબુ પાણી તથા છાશ અને કોલ્ડ્રીક્સનો ઉપયોગ કરતા હોય છે જેથી લૂ ના લાગે અને ડિહાઇડ્રેશન ના થાય પણ ક્યારેક ફૂડ પ્રોડક્ટ ખરાબ બોય તો તેની અસર પણ થઇ શકે છે. આ બનાવમાં છાશ કેટલી જુની છે અને તેનો વપરાશ ક્યા ક્યાં થયો હતો તે સહિતના મુદ્દાની તપાસ કરવી જરુરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.