પણ... ગરીબ જનતાનો શું વાંક, સરકાર કેમ બની રહી છે નિષ્ઠુર !
જ્યાં સુધી મંત્રણા ન થાય અને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી સરકાર સાથે વાટાઘાટો કરવામાં નહીં આવે : આરોગ્ય કર્મી

હડતાલના કારણે લોકોને પરેશાની

હડતાલના કારણે લોકોને પરેશાની
ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ 17 માર્ચ એચટલે કે આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા. આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાય તેવી શક્યતા. આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25 હજાર જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.
રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘે નાણાંકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા આ એલાન આપ્યું છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું કે, તારીખ 17 માર્ચથી આરોગ્ય કર્મચારી હડતાળ પાડશે. આ હડતાળ પાછડના મુખ્ય કરાણોની જો વાત કરવામાં આવે તો ટેક્નિકલ ગ્રેડ-પે મુદ્દો ઉકેલાયો નથી. ખાતાકીય પરીક્ષા રદ કરવાનો પ્રશ્ન હજુય યથાવત્ રહ્યો છે. અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓએ ધરણા કર્યાં, દેખાવો કર્યાં, માસ સીએલ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું તેમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી.
આ વખતે નક્કી કરાયું છે, જ્યાં સુધી મંત્રણા ન થાય અને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી સરકાર સાથે વાટાઘાટો કરવામાં નહીં આવે. હડતાળ ચાલુ રહેશે કારણ કે, આ અગાઉ પણ સરકારના મંત્રીઓએ ખાતરી આપી હતી પરંતુ, અત્યાર સુધી અમલ નથી કરાયો. નવાઈની વાત તો એ છે કે, ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓની એક કમિટીએ વર્ષ 2022માં લેખિતમાં ભલામણ કરી હતી. કર્મચારીઓને સરકાર કોણીએ ગોળ ચોંટાડી દે છે પણ લાભ નથી આપતી.
નોંઘનીય છે કે ત્રણ વર્ષ પહેલા કોરોના સમય બાદ વેકસિનેશન કામગીરી દરમિયાન અગાઉ આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈને હડતાલ પર ઉતર્યા હતા. અને હવે ફરી ગ્રેડ પે અને પરીક્ષા જેવા પોતાના પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. આરોગ્ય કર્મચારીઓની હડતાળની જાહેરાત બાદ સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડશે. અત્યારે ગરમીની સિઝનમાં હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીની લાંબી કતારો જોવા મળે છે ત્યારે આરોગ્ય કર્મચારીઓની હડતાળ દર્દીઓ માટે મુશ્કેલી ઉભી કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.