સુરતમાં તાપી નદીમાં કુદવાથી બે યુવકોના મોત, પોલીસ પર આક્ષેપ
જુગારીઓ પોલીસને જોઈને ભાગી ગયા. આ દરમિયાન, આ બંને વ્યક્તિઓ પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા, અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા

પોલીસથી બચવા નદીમાં કુદયા ને જીવ ગુમાવ્યો

પોલીસથી બચવા નદીમાં કુદયા ને જીવ ગુમાવ્યો
સુરતના રાંદેર વિસ્તારમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે જુગાર રમતા બે વ્યક્તિઓ પોલીસની પકડથી બચવા માટે નદીમાં કૂદી ગયા હતા. બંને વ્યક્તિઓના તાપી નદીમાં ડૂબી જતા જીવ ગુમાવ્યા હતા. ઘટનાને પગલે, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધી બંને યુવકોના મૃતદેહ નદીમાંથી કાઢી લેવામાં આવ્યા હતા અને તેમને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રારંભિક માહિતી મુજબ, 54 વર્ષીય ગુલામ નબી ગુલામ મહંમદ સફેદા અને 45 વર્ષીય આમીનના મૃતદેહ કોઝવેમાં આજ સવારે મળી આવ્યા હતા. બંને વ્યક્તિઓ અને અન્ય 8 થી 10 લોકો કોઝવેની નજીકના ખાલી જગ્યામાં જુગાર રમતા હતા. જ્યારે પોલીસ પેટ્રોલિંગ કરતી હતી, ત્યારે જુગારીઓ પોલીસને જોઈને ભાગી ગયા. આ દરમિયાન, આ બંને વ્યક્તિઓ પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા, અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા.
આ બંને વ્યક્તિઓના તાપી નદીમાં ડુબી જવાના કારણે મૃત્યુ થવાથી પરિવારના સભ્યોએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે, "જો કે પોલીસ ઘટના સ્થળે હાજર હતી, પરંતુ તેને બચાવવાની કોશિશો કરી નહોતી." તેમને કહેવું હતું કે, "જ્યારે આ બંને નદીમાં ડૂબી રહ્યા હતા, ત્યારે પોલીસની બેદરકાઈથી તેમને મદદ ન મળી."
રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, "જ્યાં પર પેટ્રોલિંગ કરવામાં આવી રહી હતી, ત્યાં જુગાર રમતા લોકો પોલીસને જોઈને ભીંચકી ગયા અને પાણીમાં કૂદી ગયા. બંનેનો ડૂબી જવાની ઘટના થતી હોય, એ સમયે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી."
આ ઘટનાને પગલે, પોલીસે ગુલામ નબી અને અન્ય વ્યક્તિઓના પરિવારજનો તરફથી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, અને તેમના મરણને લઇને પોલીસની બેદરકાઈ પર સવાલો ઊઠાવ્યાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.