સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામની સરકારી શાળાની 18 વિદ્યાર્થીનિઓ બીમાર
વિદ્યાર્થીનિઓને સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવી

150 જેટલી વિદ્યાર્થીનિઓને વાયરલ ઈન્ફેક્શન થતાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

150 જેટલી વિદ્યાર્થીનિઓને વાયરલ ઈન્ફેક્શન થતાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ત્રણ સરકારી રહેણાંક શાળાઓના વિદ્યાર્થીઓને વાયરલ ઈન્ફેક્શન થયો છે. જેમાં 18 વિદ્યાર્થીનિઓને તાવ આવવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પુષ્ટિ આપી 30 કર્મચારીઓની ટીમ મોકલીને તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યુ છે.
ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં એક જ કેમ્પસમાં આવેલી ત્રણ શાળાઓમાં 650 થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થી રહે છે. છેલ્લા ત્રણથી ચાર દિવસમાં 150 વિદ્યાર્થીઓને વાયરલ ઈન્ફેક્શન થયો હતો. જેમાં ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે તાવ અનુભવતી 18 વિદ્યાર્થીનીઓને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. તેના પગલે જિલ્લા વહીવટીતંત્રે વિદ્યાર્થીનિઓના નિદાન માટે હોસ્પિટલમાં બે ડઝનથી વધુ આરોગ્ય કર્મચારીઓની ટીમ મોકલી હતી.
ડો.અનિલ પટેલે જણાવ્યુ કે, "અમે શાળાના સંચાલકોને લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને અલગ કરવા અને ચેપનો વધુ ફેલાવો અટકાવવા માટે ફેસ માસ્ક પૂરા પાડવા સૂચના આપી છે. શાળાના કેમ્પસમાં 30 કર્મચારીઓની તબીબી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે."
ત્રણ અસરગ્રસ્ત સંસ્થાઓમાંથી સૈનિક સ્કૂલના આચાર્ય જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ઘણાં દિવસથી વાયરલ ઈન્ફેક્શનના લક્ષણો જોવા મળ્યા હતા. "અમે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી મદદ માંગી હતી. તેમણે નિદાન કર્યા બાદ 18 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનિઓને વાયરલ ઈન્ફેક્શનની અસર થઈ હતી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા બધા વિદ્યાર્થી છે.
ઘટના અંગે જાણ થતાં ધારાસભ્ય અને ભૂતપૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ કેમ્પસની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યુ કે, આરોગ્ય ટીમે વિદ્યાર્થીઓની તપાસ કરી છે. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓને તેનો ચેપ ન લાગે તે માટે યોગ્ય કામગીરી કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.