માંડવીમાં 14 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત
ઘરે એકલી હતી ત્યારે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધો; માતાપિતા જીઆઈડીસીમાં નોકરી પર હતા

વિદ્યાર્થિનીનો આપઘાત

વિદ્યાર્થિનીનો આપઘાત
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 14 વર્ષની કિશોરીએ આપઘાત કરી લીધો છે. કરંજ ગામના પ્રકાશ ભવન એપાર્ટમેન્ટમાં રહેતી અર્ચના નામની વિદ્યાર્થિની, જે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
અર્ચનાના માતા-પિતા રાજેન્દ્રભાઈ રઘુનાથ પ્રસાદ અને તેમની પત્ની જીઆઈડીસીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટનાના સમયે અર્ચના ઘરે એકલી હતી અને તેણે પંખા સાથે સાડી બાંધીને આપઘાત કર્યો હતો. જ્યારે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેઓએ અર્ચનાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ દુ:ખદ ઘટનાથી સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે. માંડવી પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પીએસઆઈ વી.આર. ચોસલાના નેતૃત્વમાં પોલીસ આપઘાતના કારણોની તપાસ કરી રહી છે. સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.