ફૂટબોલ રમતાં 13 વર્ષના વિદ્યાર્થીનું અચાનક મોત
મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલી તપોવન સ્કૂલમાં રમતી વેળા હૃદય બંધ થતાં વિદ્યાર્થીનું મોત

ફૂટબોલ રમતાં વિદ્યાર્થીનું મોત

ફૂટબોલ રમતાં વિદ્યાર્થીનું મોત
મહેસાણા-અમદાવાદ હાઇવે પર સ્થિત તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થીનું ફૂટબોલ રમતી વેળા અચાનક હૃદય બંધ થવાથી કરુણ મોત થયું છે. આ ઘટનાથી શાળા પરિસરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે વાંકાનેરમાં રહેતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે.
મળેલી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી જૈમીલ કંસાગરા વાંકાનેરની ધરમનગર સોસાયટીનો રહેવાસી હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મંગળવાર સાંજે લગભગ પાંચ વાગ્યે તે શાળાના મેદાનમાં મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો, ત્યારે અચાનક તે ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં શાળાના આચાર્ય સહિતના સ્ટાફે તાત્કાલિક મદદ કરી અને વિદ્યાર્થીને શંકુઝ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. તબીબોએ તપાસ બાદ માહિતી આપી કે અચાનક હૃદય બંધ થવાના કારણે બાળકનું મોત થયું છે.
ઘટનાની જાણ થતાં લાંઘજણ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે આઘાત છવાઈ ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.