USA થી ડિપોર્ટ કરાયેલાં 33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
તમામને પોલીસ વાનમાં બેસાડીને તેમના વતન પરત મોકલાવામાં આવ્યા

અમેરિકાથી પરત આવનારમાં મહેસાણાના 12 લોકો સામેલ

અમેરિકાથી પરત આવનારમાં મહેસાણાના 12 લોકો સામેલ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલાં 33 ગુજરાતીઓ વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા્ હતા.તમામને પોલીસ વાનમાં બેસાડીને તેમના વતન પરત મોકલાવામાં આવ્યા.ગઇ કાલે અમૃતસરમાં તમામ ઓળખ અને અન્ય કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. અમેરિકાથી પરત આવેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓ છે.. રાજ્ય સરકારે આ 33 લોકોને ઘરે પહોંચાડવા વ્યવસ્થા કરી હતી. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. અમદાવાદથી તમામ લોકો પોલીસ સાથે તેમના ઘરે પહોંચશે.
અમેરિકાથી પરત આવનારમાં મહેસાણાના 12 લોકો છે. ગાંધીનગરના પણ 12 લોકોનો સમાવેશ થાય છે. તો સુરતના 4 અને અમદાવાદના 2 લોકો શામેલ છે. તો ખેડાના 1, વડોદરાના 1 અને પાટણના 1નો સમાવેશ થાય છે. અમૃતસરથી અમદાવાદ જે 33 ગુજરાતીઓને આજે લાવવામાં આવ્યા છે. તમામનું જોઈન્ટ ઈન્ટ્રોગેશન મંગળવારે અમૃતસરમાં જ કરવામાં આવ્યું હતું. તેઓની એરપોર્ટ પર આઈબી (ઈન્ટેલિજન્સ બ્યુરો) દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામનું વેરિફિકેશન કરાયા બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.