'શિક્ષક કભી સાધારણ નહી હોતા'
માધાપરની MSV હાઈસ્કુલના શિક્ષક ડૉ. દિનેશ ડાકીએ 140 છાત્રોને સ્પોર્ટસમાં રાષ્ટ્રીયકક્ષાએ પહોંચાડ્યા

140 છાત્રો સ્પોર્ટસમાં રાષ્ટ્રીયકક્ષા પહોચ્યાં

140 છાત્રો સ્પોર્ટસમાં રાષ્ટ્રીયકક્ષા પહોચ્યાં
"શિક્ષક કભી સાધારણ નહી હોતા" આ કહેવતને માધાપરના શિક્ષકએ સાર્થક કરી બતાવી છે .. માધાપરની MSV હાઈસ્કુલના શિક્ષક ડૉ. દિનેશ ડાકીએ 140 છાત્રોને સ્પોર્ટસમાં રાષ્ટ્રીયકક્ષાએ પહોંચાડ્યા ..આ શિક્ષક બાળકોના ભણતર સાથો સાથ શારીરીક ઘડતર પણ કરી રહ્યા છે
વિધાર્થીના ઘડતરમાં શિક્ષકની ખૂજબ મોટી ભૂમિકા હોય છે , તેમાં પણ વ્યાયામ શિક્ષકની ભૂમિકા વિશેષ છે. ત્યારે અભ્યાસ સાથે બાળકોમાં યોગ-વ્યાયામ તથા સ્વસ્થ જીવન શૈલીના નિમાર્ણમાં વ્યાયામ શિક્ષકની ભૂમિકા સવિશેષ હોય છે ... આવી જ ભુમિકા ભજવતા ભુજ તાલુકાના માધાપર ગામની એમ.એસ.વી હાઇસ્કૂલના મદદનીશ શિક્ષક તથા વ્યાયામ શિક્ષક તરીકે ૨૦ વર્ષથી ફરજ બજાવતા ડૉ. દિનેશ ડાકીએ શિક્ષણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી છે ..દિનેશકુમાર ડાકીએ ગામડાના 140 છાત્રોને સ્પોર્ટસમાં રાષ્ટ્રીયકક્ષાએ પહોંચાડ્યા છે ...આ શાળાના વિધાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લઈને વિજેતા બની કચ્છ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ... શિક્ષકની મહેનતના કારણે ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટસ સ્કોલરશીપમાં કુલ રૂા.૪૨ લાખથી વધુ માતબર રકમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી છે
આ શિક્ષક શાળાના સમય સિવાય પણ વિધાર્થીઓને વિવિધ રમતો માટે કોચીગ આપી રહ્યા છે વિધાર્થીઓને ભણતરની સાથે તેમનું શારીરિક ઘડતર કરી રહ્યા છે .. જેના કારણે 140 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ જુદી જુદી રમતોમાં જુદા જુદા રાજયોમાં ભાગ લઈ ૩૦ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થઈ મેડલ પ્રાપ્ત કર્યા છે .. ડો.દિનેશ ડાકી સવારે અને સાંજે ગ્રાઉન્ડમાં વિધાર્થીઓને હોકી, વોલીબોલ, ફૂટબોલ , રસ્સા ખેંચ જેવી રમતોનું કોચિંગ આપી શારીરિક ઘડતર કરી રહ્યા છે ..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ