અલાસ્કા સંમેલન: શાંતિ કે માત્ર રાજકીય દેખાવ?
ટ્રમ્પ–પુટિન સંમેલન અંતે સીઝફાયર નહીં, પ્રગતિના દાવા છતાં સ્પષ્ટતા ગાયબ
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિન (ડાબી બાજુ) અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (જમણી બાજુ)...
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિન (ડાબી બાજુ) અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (જમણી બાજુ)...
અમેરિકા ના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયા ના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિન વચ્ચે અલાસ્કા ખાતે યોજાયેલ પર્સ્યુઇંગ પીસ શિખર સંમેલનઅંતે કોઈ મોટો ઉકેલ લાવી શક્યું નથી. બંને નેતાઓએ ત્રણ કલાક ચાલેલી વાતચીતને “ઉત્પાદક” ગણાવી હોવા છતાં યુક્રેન યુદ્ધ માટે કોઈતાત્કાલિક સીઝફાયર જાહેર થયું નથી.
પુટિન એ કહ્યું કે તેમણે અને ટ્રમ્પે “એક સમજુતી” સુધી પહોંચવાનો દાવો કર્યો છે, પરંતુ વિગતો આપવાનો ઇનકાર કર્યો. તેણે યુરોપને ચેતવણીઆપી કે કીવ અથવા તેના સાથીઓ કોઈ “પ્રોચસાહન” આપી પ્રક્રિયાને ખલેલ ન પહોંચાડે. બીજી તરફ ટ્રમ્પે સ્વીકાર્યું કે “ઘણા મુદ્દા પર પ્રગતિથઈ છે”, પણ તેમણે ઉમેર્યું કે “ડિલ ત્યાં સુધી નથી જ્યાં સુધી ડિલ નથી”.
આ બેઠકમાં યુક્રેન ના પ્રેસિડન્ટ વ્લોદિમિર ઝેલેન્સ્કી હાજર નહોતા, જે બાબતે પશ્ચિમના દેશોમાં પ્રશ્નો ઊભા થયા છે. ટ્રમ્પે કહ્યું કે તે પછી તેઓઝેલેન્સ્કી અને નેટોના નેતાઓ સાથે વાત કરશે.
યુએસ અને નેટો માટે હાલનો મોટો પડકાર લાંબા સમય સુધી ચાલતું યુદ્ધ છે, જે સૈન્ય સંગ્રહ, બજેટ અને એકતા પર ભાર નાખી રહ્યું છે. બીજીતરફ પુટિન માટે આ બેઠક પોતાને વૈશ્વિક રાજકીય શક્તિ તરીકે રજૂ કરવાની તક હતી, ભલે કોઈ સીધો ઉકેલ ન આવ્યો હોય.
ટૂંકી બેઠક છતાં, બંને નેતાઓએ ભવિષ્યમાં ફરી મળવાની સંકેત આપ્યો. પુટિને ટ્રમ્પને મોસ્કો આમંત્રિત કર્યા બાદ ટ્રમ્પે મજાકમાં કહ્યું કે “મનેતેના માટે થોડું પ્રેશર આવશે, પરંતુ શક્ય છે.”
આગળ શું થઇ શકે?
અલાસ્કા સંમેલન પછી હજી સ્પષ્ટતા નથી. અમેરિકાની આગામી કસરત નેટો અને યુક્રેન સાથે ગોપનીય કૂટનીતિ આગળ ધપાવવાની રહેશે. પરંતુ જો કીવને સમીકરણમાં સીધું સ્થાન નહીં મળે તો યુરોપમાં શંકા યથાવત રહેશે. હાલની પરિસ્થિતિ વધુ એક રાજકીય મંચ તરીકે યાદરહેશે કે ભવિષ્યમાં શાંતિ તરફની શરૂઆત — તે આગામી બેઠક પર નિર્ભર છે.

મોલડો-ચુશુલ ખાતેની નવી બેઠક તણાવ ઘટાડવાના સંકેત આપે છે

પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બેઠક બાદ ભારતની વ્યૂહરચના પર નવા પ્રશ્નો
અરબ સંયુક્ત સેનાની યોજના દાયકાઓથી અટકી, આંતરિક સ્પર્ધા અને અમેરિકી દબાણ મોટું કારણ