RBIની ડિજિટલ ફ્રોડ રાહત યોજના પર પ્રશ્નો
₹25 હજારની એક વખતની રાહત, પરંતુ અમલ અને જવાબદારી પર મોટાં સવાલ

RBI ગવર્નર સંજય મલ્હોત્રા ફાઇલ ફોટો

RBI ગવર્નર સંજય મલ્હોત્રા ફાઇલ ફોટો
ભારતમાં વધતા ડિજિટલ ફ્રોડ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલી ડિજિટલ ફ્રોડ વળતર યોજના પ્રથમ નજરે ગ્રાહકહિતકારી લાગે છે. પરંતુ ઊંડાણથી જોતા આ યોજના સીમિત, શરતી અને ઘણા મહત્વના મુદ્દાઓથી બચતી જણાય છે.
RBIએ શું જાહેર કર્યુંRBIના પ્રસ્તાવ મુજબ, નાના મૂલ્યના અનિચ્છિત ડિજિટલ ફ્રોડમાં પીડિત ગ્રાહકને ₹25,000 અથવા કુલ નુકસાનના 85% (જે ઓછું હોય તે)જેટલું વળતર મળશે. આ વળતર જીવનમાં માત્ર એક જ વાર મળશે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે જો માલાફાઇડ ઇન્ટેન્ટ (દુરાશય) સાબિત થશે તો વળતર નહીં મળે.
વળતર માટે “નાના કેસમાં પ્રશ્નો નહીં” એવો દાવો કરાયો છે, પરંતુ સાથે જ દાવો ખોટો તો નહીં તે તપાસ થશે એવું પણ કહેવામાં આવ્યું છે આ તપાસ કેવી રીતે થશે, તેની પ્રક્રિયા શું હશે, તે સ્પષ્ટ નથી.
‘એક જ વાર’નો અર્થ શું?એક વખત જીવનમાં વળતર આપવાનો અર્થ એ છે કે RBI માન્ય રાખે છે કે ગ્રાહક એક વખત છેતરાયા પછી ફરી ક્યારેય છેતરાશે નહીં. હકીકતમાં, આજના સમયમાં ફ્રોડ વ્યવસ્થાગત ખામીઓ, જેમ કે ફેક KYC, SIM સ્વેપ, મલ્ટિપલ બેંક અકાઉન્ટ્સ,ના કારણે થાય છે. જેમાં સામાન્ય ગ્રાહકનો નિયંત્રણ ખૂબ ઓછું છે.
અમલ અને કાયદાકીય કાર્યવાહી ક્યાં?આ જાહેરાતમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેલિકોમ રેગ્યુલેટર, ગૃહ મંત્રાલય અને બેંકો સાથે સંયુક્ત કડક કાર્યવાહીની કોઈ જાહેરાત નથી. જો ફેક ઓળખ પર SIM કાર્ડ જારી ન થાય, તો OTP અને UPI આધારિત ઘણા ફ્રોડ અટકી શકે.
સરકાર સ્વીકારે છે કે 9.42 લાખ SIM કાર્ડ અને 2.63 લાખ IMEI બ્લોક કરાયા છે, પરંતુ આ તો નુકસાન થયા પછીની કાર્યવાહી છે, અગાઉ રોકથામ કેમ નહીં?
ફ્રોડસ્ટરોને અનેક બેંક ખાતાં કેવી રીતે?ફ્રોડસ્ટરો સરળતાથી એકથી વધુ બેંક અકાઉન્ટ્સ ખોલી રહ્યા છે, જે મ્યુલ અકાઉન્ટ્સ તરીકે ઉપયોગમાં લેવાય છે. RBIની યોજના એ સ્પષ્ટ કરતી નથી કે બેંકોની KYC નિષ્ફળતા માટે જવાબદારી કોણ લેશે.
આંકડાઓ અને હકીકત2024માં ભારતમાં ₹23,000 કરોડથી વધુનું સાયબર ફ્રોડ થયું, જે ગયા વર્ષ કરતાં 206% વધારો છે. સાયબર ઘટનાઓ 2022માં 10.29 લાખથી વધીને 2024માં 22.68 લાખ પહોંચી છે. આવી પરિસ્થિતિમાં ₹25,000ની મર્યાદા પ્રતીકાત્મક લાગે છે.
વાસ્તવમાં શું જરૂરી છેજો ડિજિટલ વિશ્વાસ બચાવવો હોય તો માત્ર વળતર પૂરતું નથી. જરૂરી છે:
SIM કાર્ડ જારી કરવા ઝીરો ટોલરન્સ
મ્યુલ અકાઉન્ટ્સ માટે કેન્દ્રિય દેખરેખ
બેંકો અને ટેલિકોમ પર કડક જવાબદારી
નહીંતર આ યોજના ફેસ-સેવિંગ એક્સરસાઇઝ બનીને રહી જશે.

ક્રેડિટ ગેરંટી યોજના લોન્ચ; નાના માઈક્રોફાઇનાન્સ એકમોને થશે મોટો ફાયદો-લોન લેવી થશે આસાન

'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને વેગ આપવા દેશની સૌથી મોટી બેંકનું મોટું પગલું.

જો આ ડોક્યુમેન્ટ 31 પહેલા લીંક નહીં કરાવો તો ટેક્સ અને બેંકિંગ સેવાઓ અટકી શકે છે