નાની લોન લેવી થશે આસાન? જાણો સરકારનો નવો પ્લાન
ક્રેડિટ ગેરંટી યોજના લોન્ચ; નાના માઈક્રોફાઇનાન્સ એકમોને થશે મોટો ફાયદો-લોન લેવી થશે આસાન

નાની લોન લેવી થશે આસાન

નાની લોન લેવી થશે આસાન
માઈક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ (MFIs) સામે ઉભી થયેલી રોકડની તંગી દૂર કરવા અને નાના લોનધારકો સુધી નાણાંનો પ્રવાહ વધારવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે ₹20,000 કરોડની 'ક્રેડિટ ગેરંટી સ્કીમ' લોન્ચ કરી છે.
આ યોજના 20 માર્ચથી અમલી બની છે અને 30 જૂન સુધી અથવા ₹20,000 કરોડની મર્યાદા પૂરી થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
આ યોજના હેઠળ, શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો અને નાણાકીય સંસ્થાઓ જ્યારે MFIs ને લોન આપશે, ત્યારે સરકાર તેની ગેરંટી લેશે. આનાથી બેંકોમાં વિશ્વાસ વધશે અને તેઓ વધુ લોન આપી શકશે. ખાસ કરીને એવા નાના એકમો કે જેમને બેંકમાંથી લોન મેળવવામાં મુશ્કેલી પડતી હતી, તેમને હવે સરળતાથી નાણાં મળશે.
કદ મુજબ ગેરંટી કવર: સરકારે MFIsના કદ પ્રમાણે અલગ-અલગ ગેરંટી કવર નક્કી કર્યા છે:
નાના MFIs (AUM ₹500 કરોડથી ઓછું): 80% ગેરંટી કવર.
મધ્યમ MFIs (AUM ₹500 થી ₹2,000 કરોડ): 75% ગેરંટી કવર.
મોટા MFIs (AUM ₹2,000 કરોડથી વધુ): 70% ગેરંટી કવર.
લોનધારકોને શું ફાયદો થશે?
સરકારે આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કડક શરતો મૂકી છે:
વ્યાજમાં ઘટાડો: બેંકો પાસેથી મળતી સસ્તી લોનનો લાભ MFIs એ ગ્રાહકોને આપવો પડશે. MFIs એ તેમના છેલ્લા 6 મહિનાના સરેરાશ વ્યાજ દર કરતા ઓછામાં ઓછો 1% ઓછો વ્યાજ દર વસૂલવો પડશે.
ફ્રેશ લોન: આ ફંડનો ઉપયોગ જૂના દેવા ભરવા માટે નહીં, પણ માત્ર નવા લોનધારકોને લોન આપવા માટે જ કરી શકાશે.
માઈક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN)ના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયમાં બેંક ફંડિંગમાં 70% નો ઘટાડો થયો હતો, જેના કારણે અંદાજે 50 લાખ લોનધારકો ઔપચારિક લોન સુવિધાથી વંચિત રહી ગયા હતા. આ નવી યોજનાથી સેક્ટરમાં ફરી તેજી આવશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે.
લોનની શરતો:
મહત્તમ લોનનો સમયગાળો: 3 વર્ષ.
વ્યાજ પર મોરેટોરિયમ: 1 વર્ષ.
વ્યાજ દરની મર્યાદા: બેંકના EBLR અથવા MCLR + 2% થી વધુ નહીં.

₹25 હજારની એક વખતની રાહત, પરંતુ અમલ અને જવાબદારી પર મોટાં સવાલ

'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને વેગ આપવા દેશની સૌથી મોટી બેંકનું મોટું પગલું.

જો આ ડોક્યુમેન્ટ 31 પહેલા લીંક નહીં કરાવો તો ટેક્સ અને બેંકિંગ સેવાઓ અટકી શકે છે