31 પહેલા આ ડોક્યુમેન્ટ લીંક કરાવો..નહીં તો ગયા
જો આ ડોક્યુમેન્ટ 31 પહેલા લીંક નહીં કરાવો તો ટેક્સ અને બેંકિંગ સેવાઓ અટકી શકે છે

આ ડોક્યુમેન્ટ 31 પહેલા લીંક કરાવો

આ ડોક્યુમેન્ટ 31 પહેલા લીંક કરાવો
પેનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા હવે નજીક આવી ચૂકી છે. આવકવેરા વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે જો 31 ડિસેમ્બર 2025 સુધી PAN-Aadhaar લિંક નહીં કરવામાં આવે તો સંબંધિત પેન કાર્ડ અમાન્ય એટલે કે Inoperative જાહેર થશે. આ નિર્ણયથી કરોડો કરદાતાઓને અસર થવાની શક્યતા છે.
જેનાં પેન કાર્ડ અમાન્ય બનશે તેઓ આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકશે નહીં, ટેક્સ રિફંડ અટકી શકે છે અને બેંકિંગ સેવાઓ જેમ કે ખાતું ખોલવું, લોન પ્રક્રિયા, કે મોટા નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવકવેરા વિભાગે અગાઉ પણ ચેતવણી આપી હતી કે પેન આધાર લિંક ન કરનારાઓને કાનૂની અને નાણાકીય બંને પ્રકારની અડચણોનો સામનો કરવો પડશે.
આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ મુજબ, જે વ્યક્તિઓને 1 જુલાઈ 2017 પહેલા પેન કાર્ડ ફાળવવામાં આવ્યું છે, તેમના માટે આધાર સાથે પેન લિંક કરવું ફરજિયાત છે. ઇ-ફાઇલિંગ પોર્ટલ પર નોંધાયેલા તેમજ નોંધણી વગરના બંને પ્રકારના કરદાતાઓ માટે આ સેવા ઉપલબ્ધ છે.
જે લોકો અત્યાર સુધી મોડા ફી સાથે પેન-આધાર લિંક નથી કરાવી શક્યા, તેમના માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નિર્ધારિત ફી ચુકવીને ઇ-ફાઇલિંગ પોર્ટલ મારફતે લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. ચુકવણી બાદ જ પેન અને આધારનું લિંક સક્રિય બને છે.
જો પેન અને આધારની વિગતોમાં નામ, જન્મ તારીખ અથવા લિંગ જેવી માહિતી મેળ ખાતી ન હોય, તો લિંકિંગમાં અડચણ આવી શકે છે. આવી સ્થિતિમાં આધાર માટે UIDAI પોર્ટલ અને પેન માટે NSDL અથવા UTIITSL મારફતે સુધારા કરાવવાની સલાહ આપવામાં આવી છે. સતત સમસ્યા રહે તો નજીકના અધિકૃત પેન સેવા કેન્દ્ર પર બાયોમેટ્રિક ચકાસણી પણ કરાવી શકાય છે.
આવકવેરા વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે છેલ્લી તારીખની રાહ જોયા વિના તાત્કાલિક પેન-આધાર લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી કોઈપણ પ્રકારની નાણાકીય કે કાનૂની મુશ્કેલી ટાળી શકાય.

ક્રેડિટ ગેરંટી યોજના લોન્ચ; નાના માઈક્રોફાઇનાન્સ એકમોને થશે મોટો ફાયદો-લોન લેવી થશે આસાન

₹25 હજારની એક વખતની રાહત, પરંતુ અમલ અને જવાબદારી પર મોટાં સવાલ

'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને વેગ આપવા દેશની સૌથી મોટી બેંકનું મોટું પગલું.