ટેલીવિઝન જગતનું લોકપ્રિય કપલ થયું અલગ!!
બાળકો હોવા છતાં સંબંધ ન બચાવી શક્યા, ફેરીટેલ લવસ્ટોરી કાયદાકીય રીતે પર પૂર્ણવિરામ

જય- માહીની લવસ્ટોરી પર પૂર્ણવિરામ

જય- માહીની લવસ્ટોરી પર પૂર્ણવિરામ
ટેલિવિઝન જગતનું લોકપ્રિય કપલ, જય ભાનુશાલી અને માહી વિજના 14 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. લાંબા સમયથી તેમના સંબંધોમાં તણાવની અટકળો હતી, જેને હવે કાયદાકીય રીતે પૂર્ણવિરામ લાગી ગયો છે. સૂત્રો મુજબ, બંને કલાકારોએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જય અને માહી છેલ્લા ઘણા સમયથી અલગ રહે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તેમના સંબંધોમાં સમસ્યાઓ ચાલી રહી હતી. બે બાળકના માતા-પિતા હોવાના નાતે બંનેએ તેમનો સંબંધ સુધારવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મતભેદો ઉકેલી શકાયા નહીં. હાલમાં, બંનેએ પરસ્પર સમજૂતીથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે અને બાળકની કસ્ટડી અંગે પણ નિર્ણય લેવાઈ ગયો છે.
વર્ષ 2010માં ગુપ્ત રીતે લગ્ન કરનાર આ જોડી ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સમાંની એક ગણાતી હતી. તેમની મુલાકાત એક મિત્રની પાર્ટીમાં થઈ હતી અને 31 ડિસેમ્બર, 2009ના રોજ જયે માહીને પ્રપોઝ કર્યું હતું. 2012માં, બંનેએ ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે 5'માં ભાગ લીધો અને વિજેતા પણ બન્યા હતા.
સોશિયલ મીડિયા પર મૌન અને કસ્ટડીનો મુદ્દો
લગ્નના નવ વર્ષ પછી, 2019માં, આ કપલને તેમની જૈવિક દીકરી તારાનો જન્મ થયો હતો. દીકરીના જન્મ છતાં તેમના સંબંધોમાં પડેલું ગાબડું પુરાયું નહીં. છેલ્લા એક વર્ષથી બંને કલાકારો સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના ફોટા પોસ્ટ કરવાનું ટાળી રહ્યા છે, જે તેમના સંબંધોમાં તણાવનો સંકેત આપતું હતું.
આ વર્ષની શરૂઆતમાં માહીએ છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેણે એક પત્રકારને પૂછ્યું હતું કે, "હું તમને શા માટે કહું? તમે મારા કાકા છો?" જોકે, અટકળો વચ્ચે બંને છેલ્લે તારાના જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા, પરંતુ જાહેર મંચ પર તેઓ અંતર જાળવતા જોવા મળ્યા હતા. ટીવીના આ ફેરીટેલ રોમાન્સના ભંગાણથી તેમના ચાહકોમાં નિરાશાની લાગણી જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.