ફિલ્મોના સીનથી લઈને ટાઇટલ સુધી, CBFCએ બદલી નાખ્યા આ નિયમો
ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

CBFCની નવી ફિલ્મ સર્ટિફિકેશન ગાઈડલાઈન

CBFCની નવી ફિલ્મ સર્ટિફિકેશન ગાઈડલાઈન
CBFC New Film Certification Guidelines: ફિલ્મોમાં ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા સંવેદનશીલ દ્રશ્યોને લઈને હવે વધુ સ્પષ્ટ નિયમો લાગુ થશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મ સર્ટિફિકેશન માટે નવી Revised Guidelines જાહેર કરી છે. Central Board of Film Certification (CBFC) માટેની આ નવી ફિલ્મ સર્ટિફિકેશન ગાઈડલાઈન 1991ની જૂની માર્ગદર્શિકાનું સ્થાન લેશે. નવી CBFC ગાઈડલાઈનનો સૌથી મહત્વનો ફેરફાર ડ્રગ્સ અને માદક દ્રવ્યોના દ્રશ્યોને લઈને છે. ફિલ્મમાં નશીલા પદાર્થોના સેવન, ઉપયોગ અથવા હેરફેરને દર્શાવવામાં આવે તો નિર્ધારિત એન્ટી-ડ્રગ ચેતવણી દર્શાવવી પડશે. સાથે જ ફિલ્મમાં દારૂ, ડ્રગ્સના વ્યસન અથવા તમાકુના ઉપયોગને પ્રોત્સાહન આપતા, ન્યાયી ઠેરવતા અથવા મહિમા આપતા દ્રશ્યો ટાળવાના રહેશે.
હિંસા અને જાતીય હિંસા માટે પણ નવા નિયમો
નવી ફિલ્મ સર્ટિફિકેશન ગાઈડલાઈન મુજબ હિંસા અથવા અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી કે તેને યોગ્ય ઠેરવતી સામગ્રી સામે CBFCએ સાવચેતી રાખવાની રહેશે. જાતીય હિંસા, છેડતી અથવા મહિલાઓને અપમાનિત કરતા દ્રશ્યોને શક્ય તેટલા ઓછા રાખવાની સૂચના છે. જો આવા દ્રશ્યો વાર્તા માટે જરૂરી હોય તો પણ તેમાં બિનજરૂરી વિગતો ન હોવી જોઈએ.
બાળકો અને પ્રાણીઓ અંગે પણ કડક જોગવાઈ
ફિલ્મોમાં બાળકોને હિંસાનો ભોગ બનતા, હિંસા કરતા અથવા હિંસા જોવા માટે મજબૂર કરવામાં આવતા દર્શાવતી સામગ્રી અંગે પણ માર્ગદર્શિકામાં સાવચેતી રાખવામાં આવી છે. બાળ શોષણ દર્શાવતી સામગ્રીથી બચવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શારીરિક અથવા માનસિક વિકલાંગતા ધરાવતા લોકોનો બિનજરૂરી અપમાન અથવા મજાક ઉડાવતા દ્રશ્યો ટાળવાના રહેશે. પ્રાણીઓ પ્રત્યે બિનજરૂરી ક્રૂરતા અથવા દુર્વ્યવહાર દર્શાવતી સામગ્રી પર પણ ધ્યાન આપવામાં આવશે.
ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય સંવેદનશીલતા પર નજર
નવી CBFC ગાઈડલાઈન હેઠળ વંશીય, ધાર્મિક અથવા અન્ય સમુદાયનું અપમાન કરતી સામગ્રી અંગે પણ નિયમો છે. સાંપ્રદાયિકતા, અંધશ્રદ્ધા, વૈજ્ઞાનિક વિરોધી વિચારસરણી અથવા રાષ્ટ્રવિરોધી વિચારોને પ્રોત્સાહન આપતી સામગ્રી સામે પણ નિયંત્રણ રાખવામાં આવ્યું છે. કાયદાનો ઉપહાસ કરતી, કોર્ટની ગરિમાને નુકસાન પહોંચાડતી અથવા ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા સામે જોખમ ઊભું કરતી સામગ્રી અંગે પણ CBFC દ્વારા ચકાસણી કરવામાં આવશે.
U/A 7+, U/A 13+ અને U/A 16+ સર્ટિફિકેટ
ફિલ્મોના વય આધારિત પ્રમાણપત્રની વ્યવસ્થા પણ ચાલુ રહેશે. તેમાં U/A 7+, U/A 13+ અને U/A 16+ જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. આ વર્ગીકરણનો હેતુ ફિલ્મની સામગ્રી કઈ ઉંમરના દર્શકો માટે યોગ્ય છે તે વધુ સ્પષ્ટ બનાવવાનો છે.
ફિલ્મના શીર્ષકની પણ થશે તપાસ
નવી માર્ગદર્શિકા મુજબ CBFC ફિલ્મના શીર્ષકની પણ તપાસ કરશે. ફિલ્મનું નામ ઉશ્કેરણીજનક, અશ્લીલ, વાંધાજનક અથવા પ્રમાણપત્રના નિયમોનું ઉલ્લંઘન કરતું ન હોય તેની ચકાસણી કરવામાં આવશે.
પ્રીતિ ઝિન્ટા, પંકજ ત્રિપાઠી સહિત 18 સભ્યોનું નવું CBFC બોર્ડ
નવી ફિલ્મ સર્ટિફિકેશન ગાઈડલાઈનની જાહેરાત સાથે જ CBFCનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બર 2026ના રોજ કેન્દ્ર સરકારે 18 સભ્યો સાથે નવા CBFC બોર્ડની રચના કરી હતી. તેમાં પ્રીતિ ઝિન્ટા, પંકજ ત્રિપાઠી, સુનીલ શેટ્ટી, રૂપાલી ગાંગુલી, પલ્લવી જોશી, પ્રિયદર્શન અને રિકી કેજ સહિતના નામ સામેલ છે. નવા બોર્ડની મુદત ત્રણ વર્ષ અથવા આગામી આદેશ સુધી રહેશે. નવી CBFC ફિલ્મ સર્ટિફિકેશન ગાઈડલાઈનથી હવે ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા, બાળ શોષણ અને અન્ય સંવેદનશીલ વિષયો ધરાવતી ફિલ્મોની ચકાસણી માટે વધુ સ્પષ્ટ માપદંડ રહેશે. ખાસ કરીને ડ્રગ્સ સંબંધિત દ્રશ્યોમાં ચેતવણી, સામગ્રીની સંવેદનશીલતા અને વય આધારિત U/A સર્ટિફિકેટ નવી વ્યવસ્થાના મહત્વના મુદ્દા બની રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા ભોંસલે ફરી ચર્ચામાં છે. લગ્ન બાદ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત મોનાલિસાનો ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનની માતાની ભૂમિકા ભજવનાર કલ્પ લતા સાથેનો વીડિયો વાયરલ થયો છે.