નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં વિજેતાઓનું શું મળ્યું?
નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર, સિલ્વર લોટસ મેડલ અને સર્ટિફિકેટ
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ
નેશનલ ફિલ્મ એવોર્ડ એ ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંથી એક છે. આ પુરસ્કારો વિવિધ ભાષાઓ અને શ્રેણીઓમાં કલાત્મક, તકનીકી અને વાર્તા કહેવાની કુશળતાને બિરદાવે છે. તાજેતરમાં, 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, જે ઐતિહાસિક સાબિત થયું. આ સમારોહમાં ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ટેલેન્ટેડ એક્ટર વિક્રાંત મેસી એ સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો. આ સાથે જ, રાની મુખર્જીએ પણ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ પોતાના નામે કર્યો. આ સન્માનમાં માત્ર ટ્રોફી જ નહિ, પરંતુ રોકડ રકમ પણ આપવામાં આવે છે.
સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર
નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતાઓને સિલ્વર લોટસ (રજત કમળ) મેડલ, એક સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ જેવી મુખ્ય કેટેગરીમાં ઈનામ તરીકે 2 લાખની રકમ આપવામાં આવે છે. જો કોઈ કેટેગરીમાં 2 વિજેતા હોય, તો આ રકમ બન્નેમાં સરખી રીતે વહેંચી દેવામાં આવે છે.
આ પણ વાંચો: 71મો નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમની શરૂ
જવાન માટે શાહરૂખ ખાનને એવોર્ડ
આ વર્ષે, શાહરૂખ ખાનને તેમની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન'માં તેમના શાનદાર પ્રદર્શન માટે, જ્યારે વિક્રાંત મેસીને '12th ફેલ'માં તેમના પ્રભાવશાળી અભિનય માટે આ નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. કારણ કે, આ પુરસ્કાર 2 લોકોએ શેર કર્યો હતો, તેથી 2 લાખની પ્રાઈસ મની બન્ને વચ્ચે વહેંચાઈ ગઈ. આ રીતે, શાહરૂખ ખાન અને વિક્રાંત મેસી બન્નેને 1-1 લાખ, સિલ્વર લોટસ મેડલ અને સર્ટિફિકેટ મળ્યા.
સર્ટિફિકેટની સાથે પૂરા 2 લાખની રોકડ રકમ
બીજી બાજુ, અભિનેત્રી રાની મુખર્જીને 'મિસિઝ ચેટર્જી વર્સિઝ નોર્વે'માં તેમના શાનદાર અભિનય માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો. તેમનો પુરસ્કાર કોઈની સાથે શેર ન થયો હોવાથી, તેમને સિલ્વર લોટસ મેડલ, સર્ટિફિકેટની સાથે પૂરા 2 લાખની રોકડ રકમ આપવામાં આવી હતી. આ નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં વિવિધ ભાષાઓ અને શ્રેણીઓમાં શ્રેષ્ઠ કલા અને ટેકનિકલ કુશળતાની પ્રશંસા કરવામાં આવે છે. આ સન્માન ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કારો અને ભારત રત્ન જેવા રાષ્ટ્રીય પુરસ્કારોના વ્યાપક માળખાનો એક ભાગ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી