71મો નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમની શરૂ
શાહરૂખ ખાન-વિક્રાંત મસીએ બેસ્ટ એક્ટરનો એવોર્ડ શેર કર્યો, રાની મુખરજી બેસ્ટ એક્ટ્રેસ
બેસ્ટ એક્ટનો એવોર્ડ
બેસ્ટ એક્ટનો એવોર્ડ
71મા નેશનલ ફિલ્મ એવોર્ડની ભવ્ય સેરેમની નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શરૂ થઈ છે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરી રહ્યા છે. આ વર્ષે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને તેમની ફિલ્મ 'જવાન' માટે પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જે તેમણે '12th ફેલ' માટે વિક્રાંત મસી સાથે શેર કર્યો છે.
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
જ્યારે રાની મુખરજીને 'મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સેરેમનીની શરૂઆત બપોરે 4 વાગ્યે થઈ હતી, જેનું જીવંત પ્રસારણ દૂરદર્શન પર થઈ રહ્યું છે.
આ પણ વાંચો: IIFA એવોર્ડ્સમાં છવાઈ ગુજ્જુ ગર્લ જાનકી બોડીવાલા, કિંગખાનના હાથે મળ્યો એવોર્ડ
કરણ જોહરને સતત ત્રીજો નેશનલ એવોર્ડ
રેડ કાર્પેટ પર કરણ જોહર, મેઘના ગુલઝાર, રાની મુખરજી, વિક્રાંત મસી અને અન્ય કલાકારોએ પોતાની હાજરી નોંધાવી. આ નેશનલ ફિલ્મ એવોર્ડ્સની સેરેમનીમાં 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે કરણ જોહરને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યો, અને તેમણે તેને સતત ત્રીજો નેશનલ એવોર્ડ ગણાવ્યો.

રાની મુખર્જી ભાવુક થયા
રાની મુખર્જીએ આ એવોર્ડને પોતાના 30 વર્ષના કરિયરનો પહેલો એવોર્ડ ગણાવીને ભાવુક થઈ હતી. '12th ફેલ'ને બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો, જ્યારે 'કઠલ: અ જેકફ્રૂટ મિસ્ટ્રી' બેસ્ટ હિન્દી ફિલ્મ બની. સુદીપ્તો સેનને 'ધ કેરલા સ્ટોરી' માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો, જેના પર સોશિયલ મીડિયા પર ચર્ચા પણ ચાલી રહી છે.
શાહરૂખનો 33 વર્ષના કરિયર પછી પહેલો એવોર્ડ
આ ઉપરાંત, 'પુક્કલમ' અને 'પાર્કિંગ' માટે વિજયરાઘવન અને મુથુપેટ્ટઈ સોમુ ભાસ્કરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો પુરસ્કાર મળ્યો. આ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ભારતીય સિનેમાની વિવિધતા અને શ્રેષ્ઠતાને દર્શાવે છે. નોંધનીય છે કે, શાહરૂખનો 33 વર્ષના લાંબા કરિયર પછી મળેલ આ પહેલો એવોર્ડ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કેવડિયામાં આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, કાર્તિક આર્યન, મામૂટ્ટી અને યામી ગૌતમ સહિત સ્ટાર્સનું થશે સન્માન.

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.