બચ્ચનના જન્મદિવસે જાણો કેવી રીતે મોતને આપી હતી માત
સામાન્ય ઈજાથી મહાનાયક કેવી રીતે કોમામાં જતા રહ્યા

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન
આજે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે તેમની જિંદગીનો એક એવો રોમાંચક અને ગંભીર કિસ્સો યાદ કરવો અનિવાર્ય છે, જેણે માત્ર તેમને જ નહીં, પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. વર્ષ 1982માં ફિલ્મ કુલીના સેટ પર એક ફાઈટ સીન દરમિયાન થયેલો ગંભીર અકસ્માત અમિતાભ બચ્ચનની જિંદગીનો સૌથી મોટો પડાવ બની ગયો. આ તે ઘટના છે જ્યારે કરોડો ચાહકોની દુઆઓ અને અભિનેતાની હિંમતના જોરે તેઓ મોતને માત આપીને પાછા ફર્યા હતા.
ફાઈટ સીનનું શૂટિંગ ચાલી રહ્યું
આ ઘટના 26 જુલાઈ, 1982ના રોજ બેંગલુરુમાં ફિલ્મ કુલીના સેટ પર બની હતી, જ્યાં એક ફાઈટ સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ સીનમાં અભિનેતા પુનિત ઈસ્સરને અમિતાભ બચ્ચને મુક્કો મારવાનો હતો, જેના પછી બિગ બીને ટેબલ પર પડવાનું હતું. અમિતાભ બચ્ચને કોઈપણ સ્ટંટમેનની મદદ વિના આ સીન જાતે જ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટેબલનો એક ખૂણો તેમના પેટમાં ગંભીર રીતે ઘૂસી ગયો.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચને અમદાવાદ વિમાન દુર્ઘટના પર કરી પોસ્ટ, યુઝર્સે કહ્યું -'તમે 24 કલાક મોડા છો ભાઈ'
ડૉક્ટરો પણ ન સમજી શક્યા ઈજાની ગંભીરતા
શરૂઆતમાં અમિતાભ બચ્ચનને પેટમાં માત્ર હળવો દુખાવો જણાતા તેમણે આ વાતને નજરઅંદાજ કરી. જોકે, 2 દિવસ પછી જ્યારે તેમની હાલત વધુ બગડી ત્યારે તેમને તાત્કાલિક બેંગલુરુની સેન્ટ ફિલોમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શરૂઆતમાં ડૉકટરોને પણ આ ઈજા સામાન્ય લાગી હતી અને એક્સ-રેમાં પણ કંઈ સ્પષ્ટ નહોતું થયું. પરંતુ જ્યારે સ્થિતિ ગંભીર બની ત્યારે ખાનગી ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવી.
ચોથા દિવસે ઈન્ફેક્શન શરીરમાં ફેલાયું
આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, અમિતાભ બચ્ચનની નાની આંતરડી ફાટી ગઈ હતી અને ડાયાફ્રામની ઝીણી ઝીલ્લીને પણ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના ચોથા દિવસે ઈન્ફેક્શન સમગ્ર શરીરમાં ફેલાઈ જતાં, તેમને તીવ્ર તાવ આવ્યો, ઉલ્ટીઓ શરૂ થઈ, અને અંતે તેઓ કોમામાં ચાલ્યા ગયા.
આ પણ વાંચો: Amitabh Bachchan પછી તેમની સંપત્તિ પર કોનો હક? બિગ બીએ પોતે જ કર્યો ખુલાસો
દેશભરમાં ફેન્સની દુઆઓ
જ્યારે ડૉકટરોએ અમિતાભ બચ્ચનનું ઓપરેશન કર્યું, ત્યારે તેમને જાણ થઈ કે, તેમની નાની આંતરડી અને ઝીણી ઝીલ્લી સંપૂર્ણપણે ફાટી ગઈ હતી. ડૉકટરોના મતે, આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ 3-4 કલાકથી વધુ જીવિત રહી શકે નહિ. જોકે, ડૉકટરોએ તરત જ આંતરડીને સીવીને સારવાર શરૂ કરી. ડાયાબિટીસ અને અન્ય બિમારીઓથી પીડિત અમિતાભ બચ્ચનને ન્યુમોનિયા પણ થઈ ગયો અને તેમના શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું. વધુ સારવાર માટે તેમને 2 ઓગસ્ટના રોજ બેંગલુરુથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા, જ્યાં તેમની બીજી સર્જરી થઈ.
બોલિવૂડમાં રચ્યો ઈતિહાસ
આ સમાચાર દેશભરમાં ફેલાતા જ બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર હજારો ફેન્સની દુઆઓ અને ભીડ જમા થઈ ગઈ હતી. આ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને તૈનાત કરવી પડી. અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન સહિત સમગ્ર દેશે તેમની સલામતી માટે પ્રાર્થના કરી. ફેન્સની દુઆઓ અને ડૉકટરોની મહેનત રંગ લાવી અને બીજી સર્જરીના 3 દિવસ પછી તેમની તબિયતમાં સુધારો શરૂ થયો. આ મહાનાયક 24 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા. આ ઘટના અમિતાભ બચ્ચનની જિંદાદિલી અને તેમના ચાહકોના પ્રેમની પ્રેરણાદાયી ગાથા છે, જે બોલિવૂડ ઈતિહાસમાં હંમેશા યાદ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.