હવે નહી જોઈ શકો ગંદી બાત, 25 એપ પર સરકારની લગામ
ઉલ્લુ, ALT બાલાજી, દેશીફ્લિક્સ અને બિગ શોટ્સ જેવી 25 OTT એપ સામે સરકારે મૂક્યો પ્રતિબંધ

ભારત સરકારની OTT એપ પર લગામ

ભારત સરકારની OTT એપ પર લગામ
કેન્દ્ર સરકારે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થતી અશ્લીલ અને "સોફ્ટ પોર્ન" કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરતાં મોટો નિર્ણય લીધો છે. સરકારે ઉલ્લુ એપ (Ullu App), ALTT, દેશીફ્લિક્સ (DesiFlix), અને બિગ શોટ્સ (Big Shots) જેવી અનેક એપ્લિકેશન્સ તથા વેબસાઇટ્સ પર તાત્કાલિક પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે એક સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશનોટિફિકેશન અનુસાર, દેશભરમાં આ પ્રકારના અશ્લીલ કન્ટેન્ટ દર્શાવતી 25 વેબસાઇટ્સને તાત્કાલિક ધોરણે બ્લોક કરવાનો નિર્દેશ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) ને આપવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને આ પ્રકારની એપ્સ અને વેબસીરિઝ દ્વારા એડલ્ટ કન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને ISPs ને ઉલ્લુ, ALTT (અલ્ટ બાલાજી), અને દેશીફ્લિક્સ સહિતના 25 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવા આદેશ અપાયો છે.
કાયદાકીય જોગવાઈઓ અને મધ્યસ્થીઓની જવાબદારીનોટિફિકેશનમાં સ્પષ્ટપણે ભાર મૂકવામાં આવ્યો છે કે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ, 2021 હેઠળ ગેરકાયદે ગણાતી માહિતી અને દ્રશ્યોને દૂર કરવાની જવાબદારી સંબંધિત મધ્યસ્થીઓ (ઇન્ટરમિડિયરીઝ)ની છે. આ નિયમો હેઠળ, જો કોઈ પ્લેટફોર્મ પર ગેરકાયદેસર કે અશ્લીલ સામગ્રી પ્રસારિત થાય, તો તેને દૂર કરવાની જવાબદારી પ્લેટફોર્મ ઓપરેટરની રહે છે.
પ્રતિબંધિત પ્લેટફોર્મ્સની યાદીપ્રતિબંધિત કરવામાં આવેલી એપ્સ અને પ્લેટફોર્મ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:
બિગ શોટ્સ એપ (Big Shots App)
બુમેક્સ (Boomex)
નવરસા લાઈટ (Navarasa Lite)
ગુલાબ એપ (Gulab App)
કંગન એપ (Kangan App)
બુલ એપ (Bull App)
જલવા એપ (Jalwa App)
વાઉ એન્ટરટેઈનમેન્ટ (Wow Entertainment)
લુક એન્ટરટેઈનમેન્ટ (Look Entertainment)
હિટપ્રાઈમ (Hitprime)
ફેનિયો (Fanio)
શોએક્સ (Showflix)
સોલ ટોકિઝ (Soul Tokiez)
અડ્ડા ટીવી (Adda TV)
હોટએક્સ વીઆઈપી (HotX VIP)
હલચલ એપ (Halchal App)
મુડ એક્સ (Mood X)
નિયો એક્સ વીઆઈપી (Neo X VIP)
ફુગી (Fouji)
મોજફિક્સ (Mojflix)
ટ્રિફ્લિક્સ (Triflix)
ઉલ્લુ (Ullu)
અલ્ટ બાલાજી (ALTT Balaji)
દેશીફ્લિક્સ (DesiFlix)
અને અન્ય સંબંધિત પ્લેટફોર્મ્સ.
આ પહેલીવાર નથી કે સરકાર દ્વારા ડિજિટલ કન્ટેન્ટ પર અંકુશ લાવવા માટે આવા પગલાં લેવામાં આવ્યા હોય. અશ્લીલ સામગ્રી દર્શાવતા ડિજિટલ કન્ટેન્ટ પર અંકુશ લાદવા માટે માર્ચ મહિનામાં પણ મંત્રાલયે કડક કાર્યવાહી કરી હતી. તે સમયે, 19 વેબસાઇટ્સ, 10 એપ્સ, અને 18 ઓટીટી પ્લેટફોર્મ્સના 57 સોશિયલ મીડિયા હેન્ડલર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સરકારનું આ સતત વલણ દર્શાવે છે કે તેઓ ડિજિટલ પ્લેટફોર્મ્સ પરના અશ્લીલ અને અયોગ્ય કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે કટિબદ્ધ છે, જેથી સમાજ પર, ખાસ કરીને યુવા પેઢી પર તેની નકારાત્મક અસર અટકાવી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.