70મો ફિલ્મફેર એવોર્ડ્સ: શહેરના આ રસ્તાઓ રહેશે બંધ
70મા ફિલ્મફેર એવોર્ડ્સના ભવ્ય આયોજનના કારણે બપોરે 3 વાગ્યાથી મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

શહેરના આ રસ્તાઓ રહેશે બંધ

શહેરના આ રસ્તાઓ રહેશે બંધ
બોલિવૂડના પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન આજે, 11 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા EKA Arenaમાં થવા જઈ રહ્યું છે. આ હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં VIPs અને બોલિવૂડ હસ્તીઓ હાજરી આપવાના હોવાથી, શહેર પોલીસે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં સુરક્ષા અને સરળ વાહન વ્યવહાર જાળવવા માટે મહત્ત્વપૂર્ણ ડાયવર્ઝન અને પ્રતિબંધો લાગુ કર્યા છે.

ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા
ટ્રાફિક પોલીસે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, મુખ્ય રસ્તા બંધ કરવાની અને ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા આજે બપોરે 3 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી અમલમાં રહેશે, જોકે AMTS રૂટમાં ફેરફાર સવારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ કાર્યક્રમને કારણે શહેરીજનોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક માર્ગો પણ જાહેર કરાયા છે.
આ પણ વાંચો: જોજો ધક્કો ન પડે, કાંકરિયા લેક 11 ઓક્ટોબરે બંધ
આ રહેશે વૈકલ્પિક માર્ગ
70મા ફિલ્મફેર એવોર્ડ્સના સમારોહ સ્થળની આસપાસના કેટલાક મુખ્ય માર્ગોને સુરક્ષાના કારણોસર વાહનોની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરવામાં આવ્યા છે. બંધ રહેનાર મુખ્ય માર્ગોમાં રાયપુર ચાર રસ્તાથી કાંકરિયા ગેટ નંબર-3 સુધીનો રસ્તો અને અનુવ્રત સર્કલથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો મુખ્ય છે. આ ઉપરાંત, રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારી રોડ, વાણિજ્ય ભવનથી પારસી અગિયારી જવાનો માર્ગ, અને કાંકરિયા ગેટ નં.-3થી ફૂટબોલ ગ્રાઉન્ડ જવાનો માર્ગ પણ વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે.
પ્રતિબંધિત માર્ગોને નો-પાર્કિંગ ઝોન જાહેર
આ તમામ પ્રતિબંધિત માર્ગોને નો-પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગો ચાલુ રહેશે. વાણિજ્ય ભવનથી મણિનગર અને ખોખરાનો રસ્તો ચાલુ રહેશે. વાણિજ્ય ભવનથી ન્યૂ ક્લોથ માર્કેટ થઈને રાયપુર જઈ શકાશે. પારસી અગિયારીથી ફૂટબોલ ગ્રાઉન્ડનો રસ્તો વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે અને અપ્સરા સિનેમાથી ઝીરાફ સર્કલ તરફ જઈ શકાશે.
આ પણ વાંચો: 70મા ફિલ્મફેર એવોર્ડ્સ :સિતારાઓ અમદાવાદ ઘેલું કરશે
AMTS રૂટ ડાયવર્ટ સહેલાણીઓ માટે બંધ
70મા ફિલ્મફેર એવોર્ડ્સની ઇવેન્ટના પગલે AMTSની બસ સેવા પર પણ અસર થઈ છે. શહેરના કુલ 28 રૂટ પર દોડતી 183 બસોના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ તમામ AMTS રૂટ આજે બપોરે 12 વાગ્યાથી વૈકલ્પિક માર્ગો પર દોડશે. વધુમાં, 70મા ફિલ્મફેર એવોર્ડ્સના આયોજન અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, AMC દ્વારા જાહેર જનતા માટે કાંકરિયા લેકફ્રન્ટને પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ
કાંકરિયા પરિસર આજે સહેલાણીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે, જેમાં ઝૂ અને કિડ્સ સિટી જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ આજે બપોરે 3 વાગ્યા પછી કાંકરિયા વિસ્તારમાં બિનજરૂરી વાહન વ્યવહાર ટાળે અને જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.