મીડિયાને જોઈ 'સૈયારા ગર્લ' શરમાઈ!
અનિત પડ્ડા એરપોર્ટ પર માસ્ક વિના સ્પોટ થઈ, કહેવા પર બોલી: 'મને બહુ શરમ આવે છે'

અનિત પડ્ડા

અનિત પડ્ડા
મુંબઈ: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ સૈયારા'એ માત્ર બે અઠવાડિયામાં વિશ્વભરમાં લગભગ ₹300 કરોડની કમાણી કરી લીધી છે. આ ભવ્ય સફળતાની ઉજવણી કરવા માટે, ફિલ્મની લીડ એક્ટ્રેસ અનિતા પડ્ડા શનિવારે મુંબઈ એરપોર્ટ પર સિંગાપોર જવા રવાના થતી જોવા મળી હતી. અહેવાલ છે કે ફિલ્મની ટીમ સફળતાની ઉજવણી માટે સિંગાપોરની ટ્રીપ પર જઈ રહી છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર સ્નેહજાલાના જણાવ્યા અનુસાર, 'સૈયારા'ની ટીમે સિંગાપોરમાં એક ભવ્ય સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કર્યું છે. એરપોર્ટ પર, અનિતાએ મીડિયા સાથે થોડીવાર વાતચીત કરી. તે વાદળી શર્ટ, કાળી ટોપી અને ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળી હતી. જ્યારે ફોટોગ્રાફરોએ તેને માસ્ક ઉતારવા કહ્યું, ત્યારે તેણે શરમાતા કહ્યું, "મને બહુ શરમ આવે છે," અને થોડીવાર માટે માસ્ક ઉતારીને ફરી પહેરી લીધું. બીજીવાર પૂછવામાં આવતા તેણે સ્માઈલ કરીને ના પાડી દીધી.
અગાઉ 23 જુલાઈ, 2025ના રોજ પણ અનિતા મુંબઈમાં એક સલૂનની બહાર જોવા મળી હતી. ત્યારે પણ માસ્ક પહેરેલી અનિતા ભીડ અને ફોટોગ્રાફરોને જોઈને ગભરાઈ ગઈ હતી અને તરત જ કારમાં બેસી ગઈ હતી. તેણે ચાહકો સાથે સેલ્ફી લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
OTT રિલીઝ દિવાળી સુધી મુલતવીફિલ્મના નિર્માતાઓએ OTT રિલીઝ માટે નેટફ્લિક્સ સાથે કરાર કર્યો છે. જોકે, થિયેટરોમાં ફિલ્મના શાનદાર કલેક્શનને ધ્યાનમાં રાખીને, ડિજિટલ પ્રીમિયર હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ દિવાળીની આસપાસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની અપેક્ષા છે. 'સૈયારા' 18 જુલાઈ, 2025ના રોજ રિલીઝ થઈ હતી.
'સૈયારા'ની હૃદયસ્પર્શી વાર્તા'સૈયારા' વાણી અને ક્રિશની એક સુંદર પ્રેમકથા છે. ક્રિશ એક સિંગર છે જ્યારે વાણી ગીતો લખે છે. બંને એકબીજાને મળે છે અને પ્રેમમાં પડે છે. પરંતુ આ પ્રેમકથામાં વળાંક ત્યારે આવે છે જ્યારે વાણીને તેની બીમારી વિશે ખબર પડે છે. પ્રેમ અને સંગીતથી ભરપૂર આ ફિલ્મની સ્ટોરીએ દર્શકોના હૃદયને સ્પર્શી લીધા છે. અહાન પાંડેએ ક્રિશનું પાત્ર ભજવ્યું છે, જ્યારે અનિતા પડ્ડાએ વાણીનું પાત્ર ભજવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.