ડોનાલ્ડ ટ્રમ્પની એડમિનિસ્ટ્રેશન આજકાલ ફરી એક વખત પ્રશ્નો ઘેરાયેલી છે. અમેરિકાના પ્રમુખ બન્યા બાદથી ટ્રમ્પ સતત દુનિયા ભરના મુદ્દાઓ પર ટિપ્પણીઓ કરતા રહે છે—ઇઝરાયલ-ગાઝા, ભારત-પાકિસ્તાન, રશિયા-યુક્રેન—પણ પોતાના ઘરઆંગણે ઉભા થયેલા આર્થિક સંકટ, બેરોજગારી અને મોંઘવારી જેવા તાત્કાલિક મુદ્દાઓની અવગણના કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે, શું ટ્રમ્પ ખરેખર અમેરિકા બચાવી રહ્યા છે કે પછી અમેરિકા માટે ઘોર ખોદી રહ્યા છે?
ટ્રમ્પના રાજકીય સૂત્રો—Make America Great Again અને America First—શરૂઆતમાં લોકપ્રિય લાગ્યા. પણ વાસ્તવિકતા એ છે કે, અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં ઘેરાઈ રહી છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ચાલતા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં બેરોજગારી 4.4% સુધી પહોંચી જશે. સરકાર પાસે રોજગારી સર્જન માટે સ્પષ્ટ નીતિ નથી. બદલે, લાખો સરકારી કર્મચારીઓની નોકરી કાપી નાખવામાં આવી છે.
કૃષિ, બાંધકામ જેવા ક્ષેત્રોમાં પરદેશી મજૂરોનો મહત્વનો ફાળો હતો. પરંતુ, ગેરકાયદેસર રહેલા મજૂરોને દેશ બહાર કાઢવામાં આવતા કામદારોની ખેંચ ઊભી થઈ છે. પરિણામે વેતન ઘટ્યા છે અને મોંઘવારી વધી રહી છે. આર્થિક તંગીથી બહાર નીકળવા માટે ઉદ્યોગકારોએ તૃતીય વિશ્વના દેશોમાં ઉત્પાદન એકમો ખસેડ્યાં. પરંતુ હવે ટ્રમ્પ તે જ ઉદ્યોગકારોને અમેરિકામાં પાછા લાવવા માટે દબાણ કરે છે. પ્રશ્ન એ છે—શું અમેરિકન શ્રમિકો ઓછા વેતનમાં કામ કરવા તૈયાર થશે?
ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક સ્તરે પણ અમેરિકા પર વિશ્વાસ ઓછો થયો છે. ટ્રમ્પ દાવો કરે છે કે અમેરિકા પોતાના બળ પર ઊભું રહેશે, પરંતુ હકીકતમાં સ્થાનિક રોજગાર સર્જવામાં તેમનો અભ્યાસ ભાંગી પડ્યો છે.
એક બાજુ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દેખાવ કરી રહ્યા છે, તો બીજી બાજુ અમેરિકન નાગરિકો રોજગાર અને મોંઘવારી સામે સંઘર્ષ કરી રહ્યા છે. સંપાદકીય દ્રષ્ટિએ કહીએ તો—ટ્રમ્પની નીતિઓ વધુ એક રાજકીય નાટક જેવી લાગે છે, નેતાઓ માટે મંચ તૈયાર કરે છે, પરંતુ સામાન્ય અમેરિકન નાગરિકને કોઇ સ્પષ્ટ રાહત આપતી નથી.
ટ્રમ્પની હાલની દિશા પરથી મોટો પ્રશ્ન ઊભો થાય છે—શું આ નીતિઓ અમેરિકા મજબૂત બનાવશે, કે પછી અમેરિકાને વધુ નબળું બનાવશે? ટ્રમ્પ નોબેલ માટે દોડે છે, પણ કદાચ એ દોડમાં અમેરિકા પોતાનું ભવિષ્ય ગુમાવી શકે છે.
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ
ભારતને સંવેદના, ઈમાનદારી અને ઊંડાણથી વિશ્વ સમક્ષ રજૂ કરનાર વરિષ્ઠ બીબીસી પત્રકાર
સત્તા માટે સમાજને વહેંચતી અનામતની રાજનીતિ, લાંબા ગાળે ભારતને કમજોર બનાવે છે