વીમા કંપનીઓ અને RBI કર્મચારીઓની વેતનવૃદ્ધિ
કર્મચારીઓ અને પેન્શનરો સહિત કુલ 93 હજાર લોકોને થશે સીધો ફાયદો; જાણો કોને કેટલો વધારો મળ્યો

કર્મચારીઓની વેતનવૃદ્ધિ

કર્મચારીઓની વેતનવૃદ્ધિ
કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ (PSGICs), નાબાર્ડ (NABARD) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કર્મચારીઓ અને પેન્શનરો માટે લાંબા સમયથી પડતર પગાર અને પેન્શન વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી દેશભરના અંદાજે 93,000 થી વધુ પરિવારોને આર્થિક લાભ થશે.
સરકારી વીમા કંપનીઓ (PSGICs):
જાહેર ક્ષેત્રની 6 સામાન્ય વીમા કંપનીઓના અંદાજે 43,247 કર્મચારીઓના પગારમાં 12.41%નો વધારો કરવામાં આવ્યો છે. આ સુધારો 1 ઓગસ્ટ, 2022થી અમલી ગણાશે. આ ઉપરાંત, ફેમિલી પેન્શનને યુનિફોર્મ 30% કરી દેવામાં આવ્યું છે, જેનાથી 14,000 થી વધુ પરિવારોને ફાયદો થશે. સરકારનું NPS યોગદાન પણ 10% થી વધારીને 14% કરાયું છે.
નાબાર્ડ (NABARD):
નાબાર્ડના ગ્રુપ A, B અને Cના કર્મચારીઓ માટે લોટરી લાગી છે, કારણ કે તેમના પગાર અને ભથ્થામાં અંદાજે 20%નો વધારો મંજૂર થયો છે. આ નિર્ણય 1 નવેમ્બર, 2022થી લાગુ થશે. નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને હવે RBIના પેન્શનરોની સમકક્ષ લાવવામાં આવ્યું છે.
રિઝર્વ બેંક (RBI):
RBIના પેન્શનરો માટે પેન્શન અને ફેમિલી પેન્શનમાં 10%નો વધારો જાહેર કરાયો છે. આનાથી 30,000થી વધુ નિવૃત્ત કર્મચારીઓને મોંઘવારી સામે લડવામાં મદદ મળશે. સરકાર આ માટે એરિયર્સ પેટે ₹2,485 કરોડની એકસાથે ચુકવણી કરશે.
સરકારના સત્તાવાર નિવેદન મુજબ, આ નિર્ણય નિવૃત્ત અને કાર્યરત કર્મચારીઓની સમર્પિત સેવાના સન્માનમાં અને તેમની સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. આ પગલાથી સરકારી તિજોરી પર હજારો કરોડનો બોજ પડશે પરંતુ મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ મજબૂત થશે.

ખાનગી વપરાશ અને રોકાણમાં તેજીને કારણે S&P ગ્લોબલ રેટિંગ્સનો નવો અંદાજ

ખોરાક અને કપડાંના ભાવ વધતા ફુગાવો વધ્યો; RBI ના વ્યાજદરમાં નહીં મળે રાહત?

2022-23 ના નવા બેઝ યર સાથે અર્થતંત્રની નવી છબી; ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8% વૃદ્ધિ