પોલીસ સ્ટેશનના ચોથા માળેથી યુવકે લગાવી મોતની છલાંગ
અજાણ્યા યુવકે ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી, ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી

યુવકે લગાવી છલાંગ

યુવકે લગાવી છલાંગ
સુરત શહેરમાં સોમવારે લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી એક યુવકે છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ આ કૃત્ય થયું હોવાથી સમગ્ર પોલીસ મથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરનાર યુવકની ઉંમર આશરે 35થી 40 વર્ષની આસપાસની હોવાનું અનુમાન છે. તે યુવક પોલીસ સ્ટેશનમાં કોઈ રજૂઆત કરવા કે ફરિયાદ નોંધાવવા માટે આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જોકે અચાનક તે ટેરેસ પર પહોંચી ગયો અને ત્યાંથી નીચે કૂદી ગયો હતો.
ઘટના અને પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને બચાવી શકાયો ન હતો અને તેનું પોલીસ પરિસરમાં જ મોત થયું હતું. પોલીસે તાત્કાલિક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. લિંબાયત પોલીસ દ્વારા આ યુવક ક્યાં કારણોસર આપઘાત કર્યો અને તેની ઓળખ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
આપઘાતનું ચોક્કસ કારણ સ્પષ્ટ
યુવકના પરિવારજનોનો સંપર્ક કરવા અને તેની વિગતો મેળવવા માટે પણ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરિવારની વિગતો અને યુવકની ઓળખ સામે આવ્યા બાદ જ આ ઘટના અંગે વધુ માહિતી અને આપઘાતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!