સુરતમાં ક્રિકેટના ઝઘડામાં યુવકનું અંધાધૂંધ ફાયરિંગ
લોકોનું ટોળુ યુવકના ઘેર પહોંચતા યુવકે બાર બોરની બંદૂકમાંથી ફાયરિંગ કરતાં 4ને ઇજા

સુરતમાં ક્રિકેટના ઝઘડામાં યુવકનું અંધાધૂંધ ફાયરિંગ

સુરતમાં ક્રિકેટના ઝઘડામાં યુવકનું અંધાધૂંધ ફાયરિંગ
સુરતમાં ગુનેગારોને જાણે કે કાયદાનો ડર ના હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. સુરતના પલસાણાના તુંડી ગામમાં ક્રિકેટ રમવાની બાબતમાં થયેલા ઝઘડામાં એક યુવકે સ્વ બચાવમાં પોતાના પિતાની બાર બોરની બંદૂકમાંથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 4 લોકોને ઇજા થઇ હોવાના અહેવાલ છે. પોલીસે સ્થળ પર જઇને કાર્યવાહી શરુ કરી છે.
મળેલી માહિતી મુજબ સુરતના પલસાણાના તુંડી ગામાં દ્વારકેશ સોસાયટીમાં ગઇ કાલે રાત્રે કેટલાક યુવકો ક્રિકેટ રમતા હતા ત્યારે કોઇ કારણોસર ઝઘડો થયો હતો. વિકાસ નામના યુવકનો કેટલાક લોકો સાથે ઝઘડો થયા બાદ લોકો ભેગા થઇ ગયા હતા.
ત્યારબાદ વિકાસ ઘેર જતો રહ્યો હતો પણ વિકાસને મારવા માટે લોકોનું ટોળુ વિકાસના ઘેર પહોંચ્યું હતું. વિકાસના પિતા એક્સ આર્મીમેન છે અને ટીએસએસ સિક્યોરિટી એજન્સી ચલાવે છે. લોકોનું ટોળુ ઘેર આવતા વિકાસે પિતાની બાર બોરની બંદૂકમાંથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું જેમાં 2 મહિલા સહિત ચાર લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાં 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ સ્થળ પર ધસી ગઇ હતી અને તપાસ શરુ કરી હતી. ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!