ઓનલાઇન ગેમિંગમાં પૈસા હારીજતા યુવાને કર્યો આપઘાત
રાજકોટના 36 વર્ષીય યુવક ઓનલાઇન ગેમિંગમાં પૈસા હારી જતા ગળેફાંસો ખાધો

ગેમિંગમાં પૈસા હારીજતા યુવાનો આપઘાત

ગેમિંગમાં પૈસા હારીજતા યુવાનો આપઘાત
રાજકોટના મલવિયાનગર વિસ્તારમાં 36 વર્ષીય નિકુંજ કથિરીયા નામના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. નિકુંજ, જે જામકંડોરણાના વતની હતા અને રાજકોટમાં ભાડે મકાન રાખીને એમ.આર. તરીકે નોકરી કરતા હતો. જે એક જાણીતા ઓનલાઈન ગેમિંગનો શોખીન હતો. ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયા બાદ તેણે આપઘાત કરી લીધો હતો.
આ મામલે માલવીયાનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે. નિકુંજના માતા-પિતાને આ ઘટનાની જાણ થતા, તેમને માથે તો જાણે આભ તુટીપડ્યું હતું. તો બીજી તરફ માલવીયાનગર પોલીસને જાણ કરાતા તેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલના સમયમાં, ખાસ કરીને યુવાનોમાં, ઓનલાઈન ગેમિંગનો પ્રચલન વધી રહ્યું છે, જેમાં ઘણા યુવકો પૈસા હારી ગયા પછી માનસિક રીતે નાસીપાસ થઈ જતા હોય છે. અને અંતે આડું અવળુ પગલું ભરી લેતા છે. નિકુંજ કથિરીયા આ ઘટનાના માટે એક ઉદાહરણ તરીકે જોઈ શકાય છે.
પોલીસ દ્વારા નિકુંજના મિત્રોની પૂછપરછ દરમિયાન, મિત્રોએ જણાવ્યું હતું કે નિકુંજ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો અને લોન લેવાની વાતો કરતો હતો. નિકુંજના મિત્રએ તેની સાથે વાત કરવા માટે નિકુંજના ઘરે ગયા હતા જ્યા નિકુંજે દરવાજો ન ખોલતા તેમણે તિરાડમાંથી જોતા નિકુંજ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો, જેથી મિત્રોએ તરત જ દરવાજો તોડી 108 પર જાણ કરી.
આ ઘટનાએ આ દિવસોમાં વધતી ગેમિંગ આદતના કારણે આપઘાતની ઘટનાઓ વધી રહી છે જે એક ચિંતાનો વિષય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!