મહિલા મંત્રીના PAની ધરપકડ, પત્નીનું શંકાસ્પદ મોત
મંત્રી પંકજા મુંડેના PA અનંત ગર્જે સામે પત્ની ડો. ગૌરીને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ

મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડે, તેમના PA અનંત ગર્જે અને તેમની મૃતક પત્ની ડો. ગૌરી

મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડે, તેમના PA અનંત ગર્જે અને તેમની મૃતક પત્ની ડો. ગૌરી
મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ મંત્રી પંકજા મુંડેના અંગત સહાયક (પીએ) અનંત ગર્જેની પત્ની ડૉ. ગૌરી પાલવે-ગર્જેની શંકાસ્પદ આત્મહત્યા કેસમાં તપાસ તેજ થઈ છે. વરલી પોલીસે રવિવારે રાત્રે અનંત ગર્જેની ધરપકડ કરી છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ માંગે તેવી શક્યતા છે.
ડૉ. ગૌરી પાલવે-ગર્જે મુંબઈની KEM હોસ્પિટલમાં ડેન્ટલ કેર વિભાગમાં તૈનાત હતા. તેમણે શનિવારે સાંજે વરલી સ્થિત પોતાના ફ્લેટમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, અનંત ગર્જે શનિવારે સાંજે એક કાર્યક્રમ માટે ઘરેથી નીકળ્યા હતા. જતી વખતે તેમણે પત્ની ગૌરીને ઘણી વખત ફોન કર્યો. પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. શંકાસ્પદ લાગતાં તેમણે યુ-ટર્ન લીધો અને ઘરે પાછા ફર્યા. પહોંચ્યા પછી તેમણે દરવાજો બંધ જોતા વારંવાર ખટખટાવ્યો હતો. ફોન કર્યા પછી અનંત ગર્જેએ દરવાજો ખુલીને અંદર પ્રવેશ કરતાં તેમને ગૌરી ફાંસીથી લટકતી મળી હતી. તેણીને તાત્કાલિક નીચે ઉતારીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી.
ધરપકડ બાદ પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન અનંત ગર્જેએ જણાવ્યું કે, "ઘટના સમયે હું ઘરે નહોતો. મેં એક કાર્યક્રમ માટે જતી વખતે મારી પત્નીને ફોન કર્યો હતો. પરંતુ કોઈ જવાબ ન મળતાં તરત જ પાછો ફર્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મેં આ દુ:ખદ દ્રશ્ય જોયું." તેણે સ્વીકાર્યું કે દંપતિ વચ્ચે નાની નાની બાબતોમાં વારંવાર ઝઘડા થતા હતા. જોકે, પોલીસે નોંધ્યું છે કે, લગ્નના માત્ર નવ મહિના પછી ડો. ગૌરીનું આવું પગલું શંકાસ્પદ છે.
ડૉ. ગૌરીના માતાપિતાએ ગર્જે અને તેમના પરિવાર સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે અનંત અને તેમનો પરિવાર લગ્ન પછી ગૌરીનું માનસિક અને શારીરિક શોષણ કરતા હતા.
પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં ઘરેલું ઝઘડો બહાર આવ્યો છે. પરંતુ ફોરેન્સિક રિપોર્ટ અને નિવેદનોના આધારે હત્યાના એંગલની તપાસ કરવામાં આવી રહી છે.
-IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!