નરોડામાં વિધિના નામે દાગીના લૂંટતી મહિલાઓ ઝડપાઈ
બ્યુટી પાર્લરના ગ્રાહકોને નિશાન બનાવી છેતરપિંડી કરતી બે શાતિર મહિલાઓ અને ઝવેરીની ધરપકડ

નરોડા પોલીસ છેતરપિંડી ધરપકડ

નરોડા પોલીસ છેતરપિંડી ધરપકડ
અમદાવાદના નરોડા વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતા વેપારીઓ અને ત્યાં આવતા ગ્રાહકોને ધાર્મિક વિધિના નામે ભોળવીને સોના-ચાંદીના દાગીના પડાવી લેતી બે મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે નરોડા પોલીસે છેતરપિંડીનો મુદ્દામાલ ખરીદનાર ઝવેરી સહિત કુલ ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સહનુભૂતિ મેળવી જાળ ફેલાવતી હતી મહિલાઓ :
પોલીસ તપાસમાં આ મહિલાઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતિર હોવાનું બહાર આવ્યું છે. આ મહિલાઓ ગ્રાહક બનીને બ્યુટી પાર્લરમાં પ્રવેશતી હતી. સેવાઓ લેતી વખતે એક મહિલા અચાનક રડવાનું નાટક શરૂ કરતી હતી જેથી પાર્લરના સ્ટાફ કે ગ્રાહકોની સહાનુભૂતિ મેળવી શકાય
ત્યારબાદ બીજી મહિલા એવો દાવો કરતી કે તેની માતા પાસે ચમત્કારિક શક્તિઓ છે, જે કોઈપણ પ્રકારનું દુઃખ કે કષ્ટ દૂર કરી શકે છે. આ રીતે વિશ્વાસમાં લઈને તેઓ પીડિતાને દાગીના કે રોકડ લાવવા સમજાવતી હતી. વિધિ કરવાના બહાને નજર ચૂકવીને તેઓ કિંમતી સામાન લઈને ફરાર થઈ જતી હતી
ચોક્કસ બાતમીના આધારે ધરપકડ :
ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ નોંધાયેલા ગુનાની ગંભીરતાને જોઈ નરોડા પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસને મળેલા ચોક્કસ ઇનપુટ્સના આધારે બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે:
મીનાબેન ઉર્ફે ટીના (40 વર્ષ): રહેવાસી બહિયાલ ગામ, દહેગામ રોડ, ગાંધીનગર
રૂપલબેન (40 વર્ષ): રહેવાસી દાણાદરા ગામ, ખેડા
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી મીનાબેનનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે અને તેની સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ છેતરપિંડી અને ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
ઝવેરી પાસેથી 1.77 લાખનો મુદ્દામાલ જપ્ત :
ધરપકડ કરાયેલી મહિલાઓએ કબૂલાત કરી હતી કે તેઓ ચોરેલા દાગીના દસક્રોઈ વિસ્તારમાં જ્વેલર્સની દુકાન ચલાવતા ધીરેન અરવિંદભાઈ સોનીને વેચતી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઝવેરી પાસેથી 18.57 ગ્રામ સોનાની ત્રણ લગડીઓ કબજે કરી છે, જેની બજાર કિંમત આશરે 1.77 લાખ રૂપિયા આંકવામાં આવી છે. હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!