દાહોદમાં મહિલાને અર્ધ નગ્ન કરી વરઘોડો કાઢ્યો, ગુજરાત થયું શર્મસાર
મહિલાના પ્રેમ સંબંધની શંકાથી ટોળાએ તાલિબાની અત્યાચાર ગુજારતા પોલીસ પણ પહોંચી

મહિલાના પ્રેમ સંબંધની શંકાથી ટોળાએ તાલિબાની અત્યાચાર ગુજારતા પોલીસ પણ પહોંચી

મહિલાના પ્રેમ સંબંધની શંકાથી ટોળાએ તાલિબાની અત્યાચાર ગુજારતા પોલીસ પણ પહોંચી
સમગ્ર રાજ્યને શરમમાં મુકી દે તેવી ઘટનવા દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં બની છે જ્યાં એક મહિલાને પ્રેમસંબંધના કારણે તાલિબાની સજા મળી છે. મહિલા પ્રેમીને મળવા ગઇ હોવાની આશંકાથી લોકોએ તેને અર્ધ નગ્ન કરીને સાંકળથી બાઇકની પાછળ બાંધી દીધી હતી અને તેનો વરઘોડો કાઢ્યો હતો. મળેલી માહિતી મુજબ આ મહિલાનો પતિ છેલ્લા 3 મહિનાથી જેલમાં છે ત્યારે મહિલાને પતિને ગામના પુરુષ સાથે પ્રેમ થયો છે અને તે તેની સાથે રહેવા લાગી હતી અને ત્યારે સાસરી પક્ષના લોકો મહિલાને જોઇ ગયો હતો અને ત્યાર બાદ આ કૃત્ય કરાયું હતું.
હજું પણ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ શંકાઓ રાખીને મહિલાઓ પર સતત અત્યાચાર થઇ રહ્યા હોવાના બનાવો બન્યા છે જેમાં દાહોદના સંજેલી તાલુકાના એક ગામમાં મહિલા સાથે કૃરતાપૂર્વક અત્યાચાર કરાતા ખળભળાટ મચી ગયો છે.
મળેલી માહિતી મુજબ સંજેલી તાલુકાના એક ગામમાં પરિણીત મહિલાને અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તે મહિલા અવાર નવાર પ્રેમીને મળવા ગઇ હતી જેથી ગામના લોકો રોષે ભરાયા હતા.
15થી વધુ ગામના પુરુષો અને મહિલાઓ આ મહિલાના ઘેર ધસી ગયા હતા અને તેને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. આટલું ઓછું ના હોય તેમ ટોળાએ તેને અર્ધ નગ્ન કરી ને કપડાં કાઢી નાખ્યા હતા અને ત્યારબાદ તેને સાંકળથી બાંધી દઇને તેને બાઇકની પાછળ ફેરવી હતી. બાઇક ચાલકે તેને અર્ધ નગ્ન હાલતમાં ફેરવી હતી અને તેની પાછળ ટોળુ પણ દોડ્યુ હતું. ટોળાએ આ મહિલાને અર્ધ નગ્ન હાલતમાં આખા ગામમાં ફેરવી હતી.
ટોળાએ મહિલા સાથે કૃર વ્યવહાર કર્યો હતો અને તેનો મોબાઇલમાં વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નવાઇની વાત એ છે કે ભરબપોરે આ મહિલાની ઇજ્જત ઉતારાઇ હતી અને લોકો તેની પર હસી રહ્યા હતા. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે બાળકો પણ આ સરઘસમાં પાઇપો સાથે જોડાયા હતા.
આ ઘટનાના પગલે સંજેલી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી. પોલીસે ભોગ બનેલી મહિલાના નિવેદનના આધારે 15 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી પણ આ વીડિયોએ ગુજરાત અને દેશભરમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો.
આ બાબતે પોલીસ અધિકારી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લાનાં સંજલી તાલુકાના ઢાલસૂમળ ગામે આ ઘટના બનવા પામી હતી. પોલીસને આ બનાવ અંગેની માહિતી પ્રાપ્ત થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભોગ બનેલ મહિલાને તેમના સાસરીપક્ષનાં ઘરેથી રેસ્ક્યું કરવામાં આવેલ છે. જ્યાં તેમને ગોંધી રાખવામાં આવેલ હતા. તેમજ 12 આરોપીઓને તાત્કાલીક કોમ્બિંગ કરી ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચાર મહિલાઓ છે. ચાર પુરુષો છે તેમજ ચાર જુવેલનાઈલ આરોપીઓ છે. તેમજ કાયદાની વાત કરીએ તો મહિલાની ગરીમાને નુકસાન જાય તેવું કરવું, અપહરણ કરવું, મહિલાને ગોંધી રાખવી તે ઉપરાંત ઈન્ફર્મેશન એક્ટની કલમ 66 ઈ 67 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેમકે મહિલાનો આ પ્રકારનો વીડિયો વાયરલ કરવો તે પણ ગુનો બને છે. આ તમામ પ્રકારની કલમોને સાંકળીને એક ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
તેમણે કહ્યું કે 12 આરોપીઓ પૈકી 4 મહિલા આરોપી હાલ જેલ હવાલે છે. તેમજ ચાર પુરૂષ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ચાર જુવેલનાઈલને પોલીસ દ્વારા જુવેલનાઈલ બોર્ડમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ આ પ્રકારની ઘટના દુઃખદ છે. જે ગુજરાત પોલીસ દ્વારા બિલકુલ સાંખી લેવામાં નહી આવે. તેમજ આરોપીઓ સામે કડકડમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓને કડકકમાં કડક સજા થાય તે માટે દાહોદ જીલ્લા પોલીસ યોગ્ય કામગીરી કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!